સંયુક્ત કિસાન મોરચા (એસકેએમ)ના બેનર હેઠળ વિભિન્ન માંગોને લઇને બુધવારથી શરૂ થનારા એક સપ્તાહના ધરણા માટે ચંડીગઢ જઇ રહેલા ખેડૂતોને પોલીસે રોકી લીધા છે. સમગ્ર પંજાબમાં વિવિધ સ્થળોએ બેરિકેડ્સ લગાવી કેન્દ્ર શાસિત પ્રદેશના તમામ પ્રવેશ સ્થળોએ સુરક્ષા વધારી દેવામાં આવી છે. એસકેએમ રાજ્ય સરકાર દ્વારા છ પાકોને ટેકાના ભાવે ખરીદવા સહિતની માંગો કરી રહ્યું છે. એસકેએમના ૩૦થી વધુ કિસાન સંગઠનોનું એક સમૂહ છે અને તેણે પોતાની વિવિધ માંગોના સમર્થનમાં પાંચ માર્ચથી ચંડીગઢમાં એક સપ્તાહ સુધી ધરણા કરવાની અપીલ કરી છે.
પંજાબ પોલીસના ડીઆઇજી એચ એસ ભુલ્લરે જણાવ્યું હતું કે, દેખાવો કરી રહેલા ખેડૂતોને કોઇ પણ ભોગે ચંડીગઢ પહોંચવા દેવામાં આવશે નહીં. ટ્રેકટર-ટ્રોલીઓ અને અન્ય વાહનોથી બુધવાર સવારે ચંડીગઢ માટે રવાના થયેલા ખેડૂતોને પંજાબ પોલીસે વિભિન્ન સ્થળોએ રોકવામાં આવ્યા હતાં. મોગામાં ક્રાંતિકારી કિસાન યુનિયનના જિલ્લા અધ્યક્ષ જતિંદર સિંહે જણાવ્યું હતું કે, ચંડીગઢ જતી વખતે મોગા જિલ્લાના અજીતવાલમાં પંજાબ પોલીસે તેમને રોક્યા હતાં. સિંહે દાવો કર્યો હતો કે તેમાંથી કેટલાકની પોલીસે ધરપકડ પણ કરી છે. ચંડીગઢ જવાની પરવાનગી ન આપવા બદલ ખેડૂતોએ ભગવંત માન સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application