કોર્પોરેશન દ્વારા જાહેર મનોરંજન માટે બનાવવામાં આવેલ મોટનાથ તળાવ ઝોનમાં 20 થી વધુ શાળાના બાળકો અને શિક્ષકોથી ભરેલી બોટ પલટી જતાં અરાજકતા સર્જાઈ હતી. મેજર કોલની જાહેરાત બાદ ફાયર બ્રિગેડના જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને બચાવ કાર્ય ચાલુ છે. હાલમાં પ્રાથમિક માહિતી મળી છે કે શિક્ષકો અને બાળકો સહિત 16 લોકોના મોત થયા છે.
દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. આ દરમિયાન પ્રધાનમંત્રીએ દરેક મૃતકોના પરિવારને PMNRF તરફથી 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50 હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી. જ્યારે આ સમાચાર લખાય રહ્યા છે તે સમયે 6 બાળકો અને એક શિક્ષક લાપતા હોવાના સમાચાર બહાર આવ્યા છે. આ તકે મૃતક વિદ્યાર્થીઓ અને શિક્ષકોના નામની યાદી બહાર આવી હતી.
મૃતકોની યાદી:
સકીના શેખ, મુઆવજા શેખ, આયત મન્સૂરી, અયાન મોહમ્મદ ગાંધી, રેહાન ખલીફા, વિશ્વા નિઝામ, જુહાબિયા સુબેદાર,આયેશા ખલીફા, નેન્સી માછી, હેત્વી શાહ, રોશની સૂરવે અને મૃતક શિક્ષિકાઓમાં છાયા પટેલ અને ફાલ્ગુની સુરતી તરીકે ઓળખ થઈ છે.આ ઘટના મામલે વડોદરા પોલીસે બોટ સંચાલકો સામે ફરિયાદ નોંધી છે. ગૃહમંત્રી હર્ષ સંઘવી વડોદરા પહોંચી ગયા છે. હાલમાં શિક્ષકો અને બાળકો સહિત કુલ મૃત્યુઆંક 16 છે.
બીજી તરફ ઘટનાની માહિતી મળતા જ પરિવારના સભ્યો પણ લેક ઝોન અને સયાજી હોસ્પિટલ પહોંચ્યા હતા.આપને જણાવી દઈએ કે વર્ષો પહેલા સુરસાગરમાં કોર્પોરેશન દ્વારા શરૂ કરવામાં આવેલ બોટીંગ ક્લબમાં બોટ પલટી મારી ગઈ હતી અને મોટો અકસ્માત સર્જાયો હતો. જે બાદ સુરસાગરમાં બોટિંગ બંધ કરી દેવામાં આવી હતી. આ ઘટનાના ઘણા વર્ષો બાદ જ્યારે સુરસાગરમાં બોટીંગ ક્લબ ફરી શરૂ કરવામાં આવી ત્યારે મહિલા કાઉન્સિલર અને પૂર્વ ડેપ્યુટી મેયરે તળાવમાં નાહવા માંડ્યા હતા. ગુરુવારે બનેલી આ ગોઝારી ઘટનાથી સમગ્ર વડોદરામાં ભારે ખળભળાટ મચી ગયો છે.
PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યું, મૃતકના પરિવારને રૂ. બે લાખના વળતરની જાહેરાત
વડોદરાના હરણી તળાવમાં હોડી ડૂબી જતાં થયેલા મૃત્યુથી હું વ્યથિત છું. આશા છે કે, ઈજાગ્રસ્તો ઝડપથી સાજા થઈ જશે. સ્થાનિક તંત્ર દ્વારા પીડિતોને શક્ય તમામ મદદ પહોંચાડાઈ રહી છે. વડાપ્રધાન ફંડમાંથી દરેક મૃતકના પરિવારને રૂ. બે લાખ અને ઈજાગ્રસ્તોને રૂ. 50 હજારની સહાય અપાશે.
મૃતકોના પરિવારો માટે રાજ્ય સરકારે જાહેર કર્યું રૂ. ચાર લાખનું વળતર
વડોદરામાં હોડી ડૂબવાની ઘટનાનો તાગ મેળવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી હાલ ત્યાં જવાના રવાના થયા છે. આ ઉપરાંત રાજ્ય સરકારે મૃતકોના પરિવારજનોને રૂ. ચાર લાખના વળતરની પણ જાહેરાત કરી છે.
હોડી સેવઉસળની લારીવાળો ચલાવતો હતો
હરણી તળાવમાં હોડી ચલાવવાનો કોન્ટ્રાક્ટ કોટિયા કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ લિમિટેડના પરેશ શાહ નામની વ્યક્તિ પાસે હોવાની વિગતો સામે આવી છે. શિક્ષકો-વિદ્યાર્થીઓ ભરેલી હોડી ડૂબી જવાની ઘટનામાં સેવઉસળની લારીવાળો હોડી ચલાવી રહ્યો હોવાના પણ અહેવાલો મળ્યા છે.
છ વિદ્યાર્થીઓ અને એક શિક્ષક હજુ લાપતા
હાલ ઘટનાસ્થળે પૂરજોશમાં રેસ્ક્યુ અભિયાન ચાલી રહ્યું છે. હાલ મળતા અહેવાલો મુજબ છ બાળકો અને એક શિક્ષક હજુ લાપતા હોવાની આશંકા સેવાઈ છે.
82 વિદ્યાર્થી હરણી તળાવ ફરવા આવ્યા હતા
મળતી માહિતી અનુસાર, વડોદરાની ન્યૂ સન રાઈઝ સ્કૂલના 82 વિદ્યાર્થી હરણી તળાવની મુલાકાતે પહોંચ્યા હતા, જેમાંથી 23 વિદ્યાર્થી અને ચાર શિક્ષક નૌકાસવારી કરી રહ્યા હતા. આ દરમિયાન અચાનક હોડીએ પલટી મારી જતા વિદ્યાર્થીઓ તળાવમાં ડૂબી ગયા હતા. ફાયર વિભાગને જાણ કરતા તાત્કાલિક સ્થળ પર ટીમ દોડી આવી હતી. હાલ બાળકોને બચાવવાનું અભિયાન ચલાવાઈ રહ્યું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500