વાપીનાં રોહિણા બેડાફળિયા ખાતે કલવાડાવાળા બાપુના મંદિર પાસે ઘરેલુ હિંસાની ઘટના બાદ પોલીસે આરોપી જિજ્ઞેશભાઈ ભાવેશભાઈ ઘોડિયા પટેલ સામે કાર્યવાહી હાથ ધરી હતી. ગત તારીખ ૧૮-૦૩-૨૦૨૫ નારોજ સાંજે ૧૦૦ નંબર ઉપર જિજ્ઞેશભાઈની પત્નીની બહેન ડિમ્પલબેન અર્જુનભાઈ પટેલે પોલીસને જાણ કરી હતી કે, તેની બહેનના પતિ દારૂ પીને પત્નીને માર મારી રહ્યા છે.
આ માહિતીના આધારે પોલીસ કોન્સ્ટેબલ કાનજીભાઈ નારણભાઈ તથા અન્ય સ્ટાફના સભ્યો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. પોલીસે ઘટના સ્થળે આરોપીને પકડ્યો હતો, જે દારૂના નશામાં ધૂત હાલતમાં હતો. પોલીસે પૂછપરછ કરતા તેણે પોતાનું નામ જિજ્ઞેશભાઈ ભાવેશભાઈ ઘોડિયા પટેલ હોવાનું જણાવ્યું હતું. આરોપીની આંખો લાલ થયેલી હતી. તેના પગ લથડિયાં ખાતા હતા અને તે પોતાનું સંતુલન જાળવી શકતો ન હતો. તેથી આરોપીને તબીબી તપાસ માટે પારડી સી.એચ.સી.માં લઈ જવામાં આવ્યો હતો. ઘટના અંગે પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન અંગનો ગુનો નોંધ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application