તાપી જીલ્લા પોલીસ વિભાગમાં શ્રીમતિ સુજાતા મજમુદારે એસપી તરીકેનો ચાર્જ સંભાળતા જ પોલીસ અને બુટલેગરો બંને દોડતા થઇ ગયા છે. ફરક બસ એટલો જ છે કે, પોલીસ બુટલેગરોને પકડવા દોડી રહી છે અને બુટલેગરો પોલીસથી બચવા ભાગી રહ્યા છે. 15મી ઓગસ્ટ નારોજ તાપી પોલીસ દ્વારા જીલ્લામાં ઠેકઠેકાણે દરોડા પાડવામાં આવ્યા હતા. પોલીસની એકાએક આ કાર્યવાહીથી બુટલેગરોમાં ફફડાટ પ્રસરી જવા પામ્યો છે.
પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ તા.15મી ઓગસ્ટ નારોજ જીલ્લામાં અનેક સ્થળો પર દરોડા પાડી બુટલેગરો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તાપી જીલ્લા એલસીબી ખાતામાં ફરજ બજાવતા હેડકોન્સ્ટેબલ લેબજી પરબતજીને મળેલ બાતમીના આધારે સોનગઢ નગરના જેકે પેપર ગેટ પાસે વોચ ગોઠવી હતી તે વેળાએ શંકાસ્પદ નજરે પડતી એક મોટર સાયકલ નંબર જીજે/05/ઈકે/3313 ને રોકવાનો પ્રયાસ કરતા બાઈક મૂકી બુટલેગર નાશી છુટ્યો હતો તપાસ દરમિયાન બાઈકની સીટ નીચે અને પેટ્રોલ ટાંકીમાં બનાવેલ ચોર ખાના માંથી દારૂની બાટલીઓ નંગ- 96 મળી આવી હતી.મુદ્દામાલ કબજે કરી ફરાર આરોપી સામે ગુનો દાખલ કરી તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
એલસીબીના કેળાઈ ગામમાં દરોડા......................
કેળાઈ ગામના બસ સ્ટેન્ડ ફળીયામાં રહેતો રમણ મન્યા ગામીતે ભેંસના કોઠારમાં સંતાડેલો મહારાષ્ટ્ર બનાવની બીયર અને વિસ્કી ઈંગ્લીશ દારૂ મળી કુલ રૂ.9 હજારનો મુદ્દામાલ સાથે રમણ ગામીતને ઝડપી પાડવામાં આવ્યો હતો આ બનાવમાં પોલીસ કોન્સ્ટેબલ વિનોદભાઈ પ્રતાપભાઈની ફરિયાદના આધારે દારૂ સપ્લાય કરનાર ભરત ઉર્ફે જુગાડ્યો જયરામ ગાવિત રહે,પાંખરી,ઉચ્છલ નાઓને વોન્ટેડ જાહેર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
એલસીબીએ ટોકરવા ગામના ચાર રસ્તા પાસેથી દારૂ પકડ્યો..............
તાપી એલસીબી શાખાના એએસઆઈ ગણપતસિંહ રૂપસિંહને મળેલ બાતમીના આધારે 15મી ઓગસ્ટ નારોજ સોનગઢના ટોકરવા ગામના ચાર રસ્તા પાસે વોચમાં હતા તે દરમિયાન એક પલ્સર બાઈક નંબર જીજે/16/બીક્યુ/5504 સાથે વિદેક વેચ્યા વસાવા રહે,કેલાઈ,હોળી ફળિયું,નવાપુર (નંદુરબાર) નાઓને ઝડપી પાડી તપાસ કરતા ભારતીય બનાવટનો દારૂની બોટલ નંગ 96 મળી આવી હતી દારૂનો જથ્થો સેમ્યુલભાઈ રમણભાઈ ગામીત રહે,રાણીઆંબા ગામ,વડફળિયું-વ્યારા નાએ મંગાવ્યો હતો, દારૂ અને બાઈક સહિતનો મુદ્દામાલ જપ્ત કરી બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
વ્યારામાં એલસીબીના દરોડા...........
એલસીબીને મળેલ બાતમીના આધારે મુસા ગામે સ્મશાન ભૂમિની બાજુમાં તા.15મી ઓગસ્ટ નવીન ઉકડીયા ગામીતને ઇગ્લીશ દારૂ વિસ્કી,બીયરના કુલ રૂ.13,800/- ના જથ્થા સાથે ઝડપી પાડી તેની પાસેથી મોબાઈલ ફોન મળી કુલ્લે રૂપિયા 20,540/-નાં મુદ્દામાલ કબજે કરી હસનેન હુસેન મલેક રહે,ખુશાલપુરા-વ્યારા ને વોન્ટેડ જાહેર નિયમોનુસારની કાર્યવાહી હાથ હતી.
બાજીપુરામાં એલસીબીના દરોડા.................
વાલોડ તાલુકાના બાજીપુરા ગામના પુલ ફળીયામાં તા.15મી ઓગસ્ટ નારોજ ભરત ચોંગા ચૌધરીએ ઘરમાં સંતાડી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલો સાથે પકડાઈ ગયો હતો.જેની વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે, બીજી તરફ આજરોજ એટલે કે 16મી ઓગસ્ટ નારોજ વાલોડ પોલીસે હથુકા ગામના મંદિર ફળીયામાં દરોડા પાડી શીલાબેન ગણેશભાઈ હળપતિને દેશી દારૂ સાથે ઝડપી પાડી તેની સામે ગુનો દાખલ કર્યો હતો..
સોનગઢ પોલીસે પણ જુદાજુદા સ્થળો પર દરોડા પાડ્યા...............
તા.15મી ઓગસ્ટ નારોજ (1) સોનગઢ તાલુકાના ગુંદી ગામના મંદિર ફળીયામાં રહતો અશોક ફતેસિંગ વસાવાને દેશીદારૂ સાથે ઝડપી પાડી તેની વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો (2) ઝાડ પાટી ગામના નિશાળ ફળિયા માંથી પ્રેમિલાબેન શિવાજી ગામીતને દેશીદારૂ સાથે ઝડપી પાડવામાં આવી હતી.(3) મલંગદેવ- માળ ગામની સીમ માંથી મોટર સાયકલ પર લઇ જવાતો સંતરાદારૂની બાટલી નંગ-100 તેમજ બાઈક સહીતનો મુદ્દામાલ જપ્ત કરી નીલેશભાઇ રમણ ગામીત રહે, મલંગદેવ ઘંટી ફળિયું વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. (4) કનાડા ગામે સરકારી આવાસના મકાન પાછળ નિશાળ ફળિયા-બંધારપાડા માંથી દેશીદારૂ સાથે ગાંગજી કીકા ગામીત તેમજ કનાડાગામેથી અરૂણ કાનજી ગામીતને ઝડપી પાડવામાં આવ્યો હતો. તેમજ તા.16મી ઓગસ્ટ નારોજ (1) સિંગલવાણ ગામના નિશાળ ફળીયામાં દેશીદારૂ સાથે કાંતિલાલ વસાવાને ઝડપી પાડ્યો હતો,(2) ચકવાણ ગામે દાદરી ફળિયા માંથી દિનેશ ફૂલજી ગામીત (3) સોનગઢના રમણીયપાર્ક પાછળ ચૂનાની ખાણ પાસેથી લલીતા દીવાનજી ગામીત (4) રાણીઆંબા ગામના ટાંકી ફળિયા પાસેથી રમેશ શાંતા ગામીત (5) હાથી ફળિયા માંથી સરલાબેન રૂપસિંગભાઈ ગામીત (6) કેલાઈ ગામના મોટી ફળિયા માંથી બાલુ બોન્દ્લીયા ગામીત સહિત પકડાયેલા આરોપીઓ વિરૂદ્ધ સોનગઢ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.
ઉકાઈ પોલીસના દરોડા....................
ગુણસદા ગામના બંગડી ફળીયામાં રહેતો દિનેશ ઉર્ફે બાબો નુર્યા ગામીતે પોતાના ઘરમાં રસોડામાં સંતાડી રાખેલ સંતરા દારૂની બાટલીઓ,ઈમ્પેરીયલ બ્લુ વિસ્કી,ટેંગો પંચ સહિત કુલ રૂપિયા 4 હજારના દારૂ મળી આવતા ઉકાઈ પોલીસ સ્ટેશનના એએસઆઈ મણીલાલ ચેમાની ફરિયાદના આધારે દિનેશ ઉર્ફે બાબો નુર્યા ગામીત વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
રેંજ આઈજીની ટીમે પણ દરોડા પાડ્યા..................
સોનગઢના ચકવાણ ગામના પાટિયા પાસે બંધારપાડા માર્ગ પરથી તા.15મી ઓગસ્ટ નારોજ સતીષ અર્જુન માવચી રહે,ખેકડા ચીકારી ફળિયું-નવાપુર (નંદુરબાર) ને એકટીવા ગાડી નંબર જીજે/19/કે/1296 પર દારૂની હેરફેર કરતા ઝડપી પાડી વિસ્કીની બાટલીઓ નંગ-240 જેની કી.રૂ.12 હજાર તથા મોબાઈલ ફોન અને ગાડી મળી કુલ્લે રૂપિયા 37 હજારનો મુદ્દામાલ સાથે સતીષ માંવચીને ઝડપી પાડી જયંત ઉર્ફે દેફિયો માવચી રહે, ખેકડા ચીકારી ફળિયું-નવાપુર (નંદુરબાર) અને શૈલેશ રહે,ઘોડચિત,ડેરી ફળિયું-સોનગઢ નાઓને વોન્ટેડ જાહેર કર્યા હતા તેમજ તા.16મી ઓગસ્ટ નારોજ ટોકરવા ગામના લુહાર ફળિયાના પાટિયા પાસેથી મોટર સાયકલ નંબર જીજે/21/એન/7093 પર લઇ જવાતો ઈંગ્લીશદારૂની બાટલી નંગ-96 સાથે કમલેશ જગદીશ ગામીત રહે,મોઘવાણ બર્ડી ફળિયું-સોનગઢ ને ઝડપી પાડી એક મોબાઈલ ફોન અને દારૂનો જથ્થો કબજે કરી આ બનાવમાં વધુ એક દીપક ઉર્ફે દીપક્યો રહે,ખેકડા,નવાપુર(મહારાષ્ટ્ર) ને વોન્ટેડ જાહેર કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application