સોનગઢના કીકાકુઈ ગામ માંથી દેશીદારૂના મુદ્દામાલ સાથે બે અલગ-અલગ બનાવોમાં બે મહિલાને સોનગઢ પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
સોનગઢ પોલીસ સ્ટાફના માણસો બપોરે પોલીસ સ્ટેશનના વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન પોલીસ સ્ટાફના માણસોને મળેલ બાતમીના આધારે કીકાકુઈ ગામના દક્ષીણ ફળીયામાં રેઇડ કરી હતી. રેઇડ દરમિયાન ઘરની પજારી માંથી મળી આવેલ દેશીદારૂના મુદ્દામાલ સાથે શોકુબેન હસમુખભાઈ ગામીત અને રેખાબેન પુન્યાભાઈ ભીલ નામની બે મહિલાઓને પોલીસની બે જુદીજુદી રેઇડમાં ઝડપી પાડવામાં આવી હતી.બનાવ અંગે પોલીસ કોન્સ્ટેબલ ની ફરિયાદના આધારે દેશીદારૂના મુદ્દામાલ સાથે ઝડપાયેલ બંને મહિલાઓ વિરુદ્ધ સોનગઢ પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application