ઝીલકુમાર/ મહુવા : મહુવાના વડિયા ગામના બોરડી ફળિયામાંથી ઈંગ્લીશ દારૂ સહિત કુલ્લે ૩૪.૩૨ લાખનો મુદ્દામાલ કબ્જે કરી બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત મુજબ મહુવા તાલુકાના વડિયા ગામે બોરડી ફળિયામા મહુવા તાલુકાના ડુંગરી ગામે રહેતા પિયુષ ઉર્ફે સોમલો પ્રભાતભાઈ પટેલ દ્વારા વિદેશી દારૂનો જથ્થો મોટા પ્રમાણમાં ઉતાર્યો હોવાની બાતમી રેંજ આઈજીની પ્રોહિ જુગાર સ્પેશિયલ ડ્રાઈવની ટીમને મળી હતી જે બાતમી આધારે રેંજ આઈજીની ટીમ દ્વારા શુક્રવારે સવારે વડિયા ગામે રેડ પાડી હતી.
પોલીસની રેડ દરમિયાન કેટલાક ઈસમો ટેમ્પો નંબર જીજે/૨૭/એક્સ/૦૮૭૫ માંથી વિદેશી દારૂનો જથ્થો ઉતારતી વખતે પોલીસને જોતા જ આ ઈસમો ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા. હાલ પોલીસે દારૂ અને ટેમ્પો મળી કુલ રૂપિયા ૩૪,૩૨,૧૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500