ઉચ્છલ તાલુકાના પેથાપુર ગામના નિશાળ ફળીયામાં ખુલ્લી જગ્યામાં ચાલતા વરલી મટકા જુગારના સ્થળે ઉચ્છલ પોલીસ સ્ટાફના માણસોએ દરોડા પાડ્યા હતા.
જેમાં ચંદુલાલ રતનજીભાઈ ગામીત મુંબઈ થી નીકળતા વરલી મટકાના ટાઇમ બજાર, ડે મિલનના આંકડાઓ ઉપર ગેરકાયદેસર રીતે બહારથી ગ્રાહકો બોલાવી જુગાર રમી રમાડતો હતો જયારે ગોવિંદભાઈ ભીમ માવચી રહે,આમલણ ગામ તા.નવાપુર જી.નંદુરબાર(મહારાષ્ટ્ર) નો વરલી મટકાના આંકડાઓ ઉપર પૈસા વતી હારજીતનો જુગાર રમાડનાર હોય, બંને જણા જુગારના સાધનો, મોબાઇલ ફોન તેમજ રોકડ રકમ મળી કુલ રૂપિયા 8,730/- ના મુદ્દામાલ સાથે પોલીસની રેડમાં પકડાઈ ગયા હતા.
બનાવ અંગે હેડકોન્સ્ટેબલ પરસોત્તમભાઈ ફૂલચંદભાઈની ફરિયાદના આધારે ઉચ્છલ પોલીસ મથકે ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500