સોનગઢના ટોકરવા ગામના વિસ્તારમાં આવેલ ચર્ચમાં આજરોજ 200થી વધુ લોકો ભેગા થતા પોલીસ કાર્યવાહીની ફરજ પડી હતી. જેને લઈ ધર્મિક કાર્યક્રમમાં ભેગા થયેલા લોકોમાં ફફડાટ પ્રસરી જવા પામ્યો હતો.
ધાર્મિક કાર્યક્રમમાં 200 થી વધુ માણસો ભેગા કરી કોવીડ-19 ની ગાઈડલાઈનનો સરેઆમ ભંગ
મળતી માહિતી અનુસાર સોનગઢ તાલુકાના ટોકરવા ગામના મિસ્ત્રી ફળીયામાં રહેતો પાદરી (સેવક) નાઓએ આજરોજ એટલે કે રવિવારના રોજ બપોરે તેના ઘર નજીક આવેલ ચર્ચમાં તેમજ આંગણામાં ધર્મિક કાર્યક્રમ (પ્રાર્થના સભા)નું આયોજન કર્યું હોય 200 થી વધુ માણસો ભેગા કરી કોવીડ-19 ની ગાઈડલાઈનનો સરેઆમ ભંગ કર્યો હતો. ચર્ચમાં ભેગા થયેલા લોકો વચ્ચે સોશિયલ ડીસ્ટન્સ સુધ્ધા ન હતું. ચર્ચમાં માસ્ક તેમજ સેનેટાઈઝરની વ્યવસ્થા ન હતી તેમજ કેટલાક લોકોએ મોઢે માસ્ક સુધ્ધા પહેર્યું ન હતું.
વિષ્ણુભાઈ સુરજીભાઈ ગામીત વિરુદ્ધ ગુનો નોંધાયો
બનાવની જાણ સોનગઢ પોલીસને થતા સ્થળ પહોંચી જીલ્લા મેજીસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરવા બદલ કસુરવાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવમાં હેડકોન્સ્ટેબલ દશરથભાઈ ફરિયાદના આધારે વિષ્ણુભાઈ સુરજીભાઈ ગામીત વિરુદ્ધ ઈપીકો કલમ 188,269,270 તથા જીપી એક્ટ કલમ 131 તથા એપિડેમિક ડીસીઝની કલમ 3 તથા ડીઝાસ્ટર મેનેજમેન્ટ 2005ની કલમ 51(બી) મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500