પોલીસ પરેડ ગ્રાઉન્ડ સ્થિત પોલીસ ભવન ખાતે યોજાયેલા મતદાન સહિત દિવ્યાંગ, અશક્ત, અને વરિષ્ઠ મતદારો માટે નોંધાયેલા કુલ 1672 મતદારો પૈકી 1170 મતદાતાઓએ મતદાન કર્યું હતુ. મતદાન પ્રક્રિયાનુ સ્થળ નિરીક્ષણ કરવા માટે સંબંધિત અધિકારી કર્મચારીઓ ઉપરાંત, જિલ્લા ચૂંટણી અધિકારી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ પણ મતદાન મથકની મુલાકાત લીધી હતી. પોસ્ટલ બેલેટ (મતદાન) માટેના નોડલ ઓફિસર તરફથી પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર, ડાંગમાં આહવાનાં પોલીસ ભવન ખાતે યોજાયેલા પોસ્ટલ બેલેટ મતદાન માટે 244 પોલીસ જવાનો સહિત 500 GRD અને 404 હોમગાર્ડ જવાનો મળી કુલ 1148 મતદાતાઓ ઉપરાંત 426 અન્ય મતવિસ્તારના મતદારો તથા 98 PWD અને 80થી વધુ ઉંમરના મતદારો મળી કુલ 1672 મતદારો નોંધાયેલા છે. જ્યારે 718 EDC પણ ઈસ્યુ કરાયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application