અંકલેશ્વર ખાતે આવેલા શારદા ભવન ખાતે પોલીસ જવાનો અને હોમગાર્ડ જવાનોઓએ પોસ્ટલ બેલેટ પેપરથી મતદાન કરવાની વ્યવસ્થા કરાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં પોલીસ જવાનોએ જોડાઈને મતદાન કર્યું હતું. ભરૂચ જિલ્લામાં ગતરોજ ચૂંટણી ફરજ પર રોકાયેલા કર્મચારીઓ માટે મતદાન કરવા ઉભા કરાયેલા 10 સુવિધા કેન્દ્રો પૈકી 03 સુવિધા કેન્દ્રો પર પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન થયું હતું. જેમાં અંદાજિત 1,104 જેટલા કર્મચારીઓએ પોસ્ટલ બેલેટ પેપર મારફતે લોકશાહીના મહાપર્વમાં પોતાની પવિત્ર ફરજ અદા કરી હતી.
ભરૂચ જિલ્લાની તમામ વિધાનસભાના સ્થળો પર યોજાયેલી તાલીમના સમય દરમિયાન તથા તાલીમ સમય પૂર્ણ થયા પછી 2 કલાક સુધી પોસ્ટલ બેલેટથી મતદાન કરાયું હતું. જેમાં અંકલેશ્વર, વાગરા, ઝઘડીયા અને જંબુસર વિધાનસભા મત વિસ્તાર માટે મતદાતાઓએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જોકે ગુરૂવારનાં રોજ 3 સેન્ટર પર પણ પોસ્ટલ બેલેટથી મતદાન કરવા માટે સુવિધા ઉભી કરવામાં આવી છે. જેમાં અંકલેશ્વર માટે શારદા ભવન ટાઉન હોલ અને સવારથી જ પોલીસ જવાનો અને હોમગાર્ડ જવાનોએ પોસ્ટલ બેલેટ પેપરથી પોતાનો પવિત્ર મત આપીને પોતાની ફરજ અદા કરી હતી. મતદાન કરતાં જવાનોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application