Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢનાં ટોકરવા ગામેથી રોકડ રકમની ચોરી કરનારને પોલીસે ઝડપી પાડ્યો

  • March 10, 2024 

સોનગઢનાં ટોકરવા ગામના વિષમહુડા ફળિયામાં એક ઘરમાં મુકેલ રોકડ 40  હજાર રૂપિયાની ચોરી થઈ હતી જે અંગેનો કેસ સોનગઢ પોલીસે ગણતરીના કલાકોમાં જ ઉકેલી નાંખ્યો હતો.


મળતી માહિતી મુજબ, સોનગઢ તાલુકાનાં ટોકરવા ગામના વિષમહુડા ફળિયામાં રહેતા દાનિયેલભાઈ મીરીયાભાઈ ગામીત નાએ પોતાના ઘરના કબાટમાં રોકડ 40 હજાર રૂપિયા મૂક્યા હતા. જોકે કોઈ ચોરી સામે ઘરમાં પ્રવેશ કરીને કબાટમાંથી 40 હજાર રૂપિયા ચોરી લીધા હતા ચોરીને લઈને સોનગઢ પોલીસે ગુનો નોંધ્યો હતો અને  પોલીસે ચોરીનો ગુનો નોંધી ચોરને શોધવા માટેની કાર્યવાહી હાથ ધરતા ખાનગી રાહે બાતમી મળી હતી કે, વિષમહુડા ફળિયામાં રહેતા લલ્લુ ભીકા ગામીત નાએ ચોરી કરી છે અને તે હાલ સોનગઢ બજારમાં ફરી રહ્યો છે જે બાતમીના આધારે પોલીસ સ્ટાફના માણસોએ લલ્લુ ભીકા ગામીતને ઝડપી પાડ્યો હતો તેમજ સઘન પૂછપરચ કરતા લલ્લુ ગામીતે ચોરીની કબુલાત કરી હતી ત્યારબાદ પોલીસે તેની પાસેથી રોકડ રૂપિયા 40 હજારની રિકવરી પણ કરી હતી. બનાવ અંગે સોનગઢ પોલીસે તેની અટકાયત કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application