માંગરોળ સબજેલમાં જેલના સ્ટાફ દ્વારા પૈસા લઈને મોબાઈલ ફોન ભોજન પાન માવા તમાકુ આપવામાં આવે છે મોબાઈલ ફોનમાંથી ફોન કરવાની મસમોટી રકમ લેવામાં આવતી હોવાના આક્ષેપ સાથે સબજેલમાં રહેતા કેદીઓના 17 જેટલા વીડિયો વાયરલ થયા હતા. જેમાં કેદી હોય એ જેલમાં નબળી ગુણવત્તા યુક્ત ભોજન આપવામાં આવે છે જ્યારે પૈસા આપે તેને બહારથી ભોજન મંગાવી આપવામાં આવે છે મોબાઈલ ફોન કરવા માટે જેલ સ્ટાફ દ્વારા મસમોટી રકમ લેવામાં આવે છે કેદીઓ માટેનો નાસ્તો પણ લઈ લેવામાં આવે છે આવા ગંભીર આક્ષેપ સાથેના વિડીયો વાયરલ થતા તંત્રમાં દોડધામ થઈ ગઈ હતી.
જોકે સાંજે પોલીસ દ્વારા માંગરોળ સબ જેલમાં તપાસ શરૂ કરવામાં આવી હતી આ અંગે ડીવાયએસપીએ જણાવ્યું હતું કે જેલમાં હાલ તપાસ ચાલી રહી છે તપાસ બાદ કાર્યવાહી કરવામાં આવશે જેલમાં મોબાઇલ પ્રતિબંધિત છે ત્યારે જેલમાં કેદીઓના વિડીયો કેમ બન્યા અને મોબાઈલ ફોન કોની પાસે કેવી રીતે આવ્યો એ અંગે અનેક સવાલ ઉઠી રહ્યા છે કેદીઓના વાયરલ વીડિયોમાં ત્રણ મોબાઇલ સાથેનો એક કાગળ દર્શાવવામાં આવ્યો છે જેમાં લાગવગીયા કેદીઓના સંબંધીઓ સાથે જ વાતચીત કરવામાં આવે છે આથી આ મોબાઇલના કોલ ડીટેઈલની તપાસ કરવામાં આવે એવી માંગ કરી છે સબજેલમાં આવા કારસ્તાન ચાલતા હોવાની બાબત સામે આવતા ચકચાર વ્યાપી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application