પોલીસ યુનિફોર્મમાં ઈન્સ્ટા રીલ બનાવનારી એક મહિલા પોલીસ કર્મચારી તથા એક કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. મધ્ય રેલવેના પોલીસ સ્ટેશનમાં કામ કરતી એક મહિલા પોલીસ અધિકારી અને પશ્ચિમ રેલવે હેઠળના પોલીસ સ્ટેશનમાં કામ કરતા પોલીસ કોન્સ્ટેબલ દ્વારા યુનિફોર્મમાં વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર અપલોડ કરવામાં આવ્યા હતા. ઉપ રીઅધિકારીઓને આ વિશેની જાણ થયા બાદ, આ બાબતની નાયબ કમિશનરને જાણ કરવામાં આવી હતી અને બંને પોલીસ કર્મીઓ સામે વિભાગીય તપાસ શરૂ કરવાનો આદેશ આપવામાં આપ્યો હતો.
તપાસ શરૂ ન થાય ત્યાં સુધી આ બંને પોલીસ કર્મીઓને નિલંબિત કરવામાં આવ્યા છે. એક ઉપરી પોલીસ અધિકારી દ્વારા આ બાબતની પુષ્ટિ કરવામાં આવી છે. તેમણે કહ્યું યુનિફોર્મમાં દરેક પોલીસ અધિકારી શિસ્તનું પાલન કરવું જરૂરી છે. ફરી આવી શિસ્તભંગ ન થાય તે માટે ઉપરી અધિકારીઓએ આ કાર્યવાહી કરી હતી. થોડા સમય પહેલા પુણેમાં જુગાર એપ ડ્રીમ ઈલેવન પર દોઢ કરોડ રૂપિયા જીતનાર પોલીસ અધિકારી સામે કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઉપરાંત પોતાનું કોચિંગ સેન્ટર ચલાવવાના મામલે વસઈ રેલવે પોલીસ સ્ટેશનમાં બે પોલીસ કર્મીઓ સામે પણ સસ્પેન્શનની કાર્યવાહી કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application