કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિત શાહનો છેડછાડ કરેલો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જેમાં ગૃહમંત્રીને એસસી/એસટી અને ઓબીસી માટે અનામત પર ટિપ્પણી કરતા સાંભળી શકાય છે. ભાજપે આ એડિટેડ વીડિયોને લઈને દેશભરમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી છે.
હકીકતમાં શું બોલ્યાં હતા કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિત શાહ:-
ગૃહમંત્રી અમિત શાહે એસસી/એસટી કે ઓબીસી માટે અનામત ખતમ કરવાની વાત કરી નથી અને આ વીડિયો નકલી છે. તેમણે મૂળે કહ્યું હતું કે સરકાર બનતા જ ભાજપ મુસ્લિમ સમુદાયને આપવામાં આવી રહેલા ગેરબંધારણીય અનામતને હટાવી દેશે. "અમને દેશના વિવિધ ભાગોમાંથી ફરિયાદો મળી રહી છે અને અમે સુનિશ્ચિત કરીશું કે આ બધી ફરિયાદો પર એફઆઈઆર નોંધવામાં આવે.
પોલીસને કરેલી ફરિયાદમાં ભાજપે જણાવ્યું હતું કે અમિત શાહે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે અનામત ખતમ કરવાની વાત કરી નથી. જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે ફેક છે. ભાજપે આરોપ લગાવ્યો હતો કે મૂળ વીડિયોમાં અમિત શાહે તેલંગાણામાં મુસ્લિમો માટે "ગેરબંધારણીય" અનામત હટાવવાની ચર્ચા કરી હતી. દિલ્હી પોલીસે ગૃહમંત્રીના એડિટેડ વીડિયોને લઇને એક્સ અને ફેસબુકને પત્ર લખ્યો છે. વળી, આ એડિટેડ વીડિયોને કયા એકાઉન્ટમાં પોસ્ટ કરવામાં આવ્યો છે તે અંગે બંને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી માહિતી માંગવામાં આવી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500