Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અલ્પેશ કથીરીયા ના જન્મદિનની ઉજવણીમાં કોરોના ગાઈડલાઈન નો ભંગ, પોલીસે કર્યો ગુનો દાખલ

  • December 26, 2020 

થોડા દિવસ પહેલા તાપી જીલ્લામાં માજીમંત્રી કાંતી ગામીતના પૌત્રીની સગાઈમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્ના હતા જેમાં કોરોના ગાઈડલાઈનનો ભંગ થયો હતો. જે અંગેનો વીડીયો વાયરલ થતા પોલીસ દોડતી થઈ માજીમંત્રી સહિતના લોકો સામે ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી ત્યારે આજે પાસ નેતા અલ્પેશ કથીરીયાની જન્મદિનની પાર્ટીનો વીડીયો વાયરલ થયો છે. કામરેજના કોસમ઼ડી ગામના સહજાનંદ ફાર્મહાઉસમાં અલ્પેશ કથીરીયાના જન્મદિનની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં હાજર રહેલા લોકોમાં કોરોના ગાઈડલાઈનનો ભંગ થયો હતો. લોકોઍ સોશ્યલ ડિસ્ટન્સનું ઉલ્લઘન કરવાની સાથે માસ્ક પણ પહેર્યું ન હતુ. આ અંગેનો વીડીયો વાયરલ થયા બાદ જિલ્લા પોલીસ હરકતમાં આવી ગુનો દાખલ કરી અલ્પેશ કથરીયા સહિત છ જણાને અટકાયત કરી હતી તો બીજી તરફ જિલ્લા પોલીસ વડા ઉષા રાડા દ્વારા ત્રણ કોન્સ્ટેબલ અને ઍક ઍઍસઆઈને સસ્પેન્ડ કરવાવી તજવીજ હાથ ધરી છે.

 

 

 


સુત્રોના જણાવ્યા મુજબ કોરોના કેસમાં વધારો થતા સરકારે રાત્રીના ૯ વાગ્યાથી ૬ વાગ્યા દરમિયાન કર્ફ્યું જાહેર કર્યુ છે અને આ કફ્યુંના સમયગાળામાં કોઈપણ જાતની ઉજવણી કે કોઈપણજાતના પ્રોગ્રામોને પરમીશન આપવામાં આવી નથી. જાકે છતાંયે પાસ નેતા અલ્પેશ કથીરીયા દ્વારા રાત્રે સુરત જિલ્લાના કામરેજના કોસમડી ગામ ખાતે આવેલા સહજાનંદ ફાર્મમાં તેના જન્મદિનની ઉજવણી કરી હતી. ફાર્મહાઉસમાં ડાયરા સાથે ડીજે- જમણવાર સહિતના કરવામાં આવેલા આયોજનમાં તેણે મોટી સંખ્યામાં ભીંડ ઍકઠી કરી હતી. જન્મદિનની પાર્ટીની ઉજવણીમાં સોશિયલ ડિસ્ટન્સનું ખુલ્લેઆમ ભંગ કર્યો હતો મોટા ભાગના લોકો માસ્ક પહેર્યા ન હતા. અલ્પેશ કથીરીયાની જન્મદિની ઉજવણીનો વીડિયો સોશિયલ મીડિયામાં વીડિયો વાઇરલ થતા જિલ્લા પોલીસ વડા ઉષા રાડા દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા હતા અને હરકતમાં આવેલ કામરેજ પોલીસ દ્વારા આ મામલે ગુનો દાખલ કરી અલ્પેશ કથીરીયા, ફાર્મના માલિક ડી.ઍમ બુટાણી, ધાર્મિક માલવીયા, સંજય માવાણી, નીકુંજ કાકડીયા, નીલેશ કુભાણીની અટકાયત કરવામાં આવી છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application