આત્મહત્યાના બનાવ દિવસેને દીવસે વધતા જઈ રહ્યા છે. તેવામાં રાજકોટમાં રહેતા એક પોલીસ કોન્સ્ટેબલે ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. કોન્સ્ટેબલનાં એક વર્ષ પહેલાં જ થાય હતા છૂટાછેડા, લગ્ન બાદ બે મહિના જ સાથે રહી પત્ની પિયર ચાલી ગઈ હતી બાદ પછી ન આવતાં છૂટાછેડા લીધા હતા. જે કારણે તે માનસિક તણાવમાં હતા અને આત્મહત્યાનો પ્રયાસ કર્યો.
મળતી માહિતી અનુસાર રાજકોટમાં આંબેડકર નગરમાં રહેતા અને હેડ ક્વાર્ટર ખાતે પોલીસમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ પ્રકાશભાઈ પારધીએ પોતાના ઘરે ઝેરી દવા પી લેતા તેઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પ્રકાશ પારધી પોતાની ડ્યુટી પૂરી કરી થોરાળા વિસ્તારમાં આવેલા આંબેડકરનગર ખાતે પોતાના ઘરે પહોંચ્યા હતા. ત્યારબાદ ઝેરી દવા પી તેણે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જો કે,પરિવારને જાણ થતા તુરંત તેમને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ઇમરજન્સી વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે.
આ અંગે પ્રકાશ પારધીના પિતા દેવજીભાઈએ જણાવ્યું હતું કે,પ્રકાશના અગાઉ લગ્ન થયા હતા પરંતુ તેની પત્ની બે માસ જેટલો સમય જ સાસરિયામાં વિતાવ્યો હતો. ત્યારબાદ તે પોતાના ઘરે ચાલી ગઈ હતી અને ત્યાંથી પરત નહોતી આવી. સમગ્ર મામલે પતિ પત્નીના છૂટાછેડા પણ આજથી બારેક મહિના અગાઉ થઈ ચૂક્યા હતા. આજે જ્યારે પ્રકાશે દવા પીધી ત્યારે પણ તે ટેન્શનમાં હતો. દવા પીધા પૂર્વે તેણે કોઈ સ્ત્રી સાથે વાતચીત પણ કરી હતી. તેણે પોતાની પૂર્વ પત્ની જોડે વાતચીત કરી હોવાની સંભાવના સેવાઈ રહી છે. હવે પોલીસ કોન્સ્ટેબલનાં ભાનમાં આવ્યા બાદ જ આ પગલાં પાછળનું કારણ જાણવા મળશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500