સોનગઢના દિનપ્રતિદિન વધી રહેલી ચોરીની ઘટનાઓથી નગરમાં ડરનો માહોલ છવાયો છે, તો બીજી તરફ પોલીસ દ્વારા નાઈટ પેટ્રોલિંગમાં પોલીસ જવાનોને એક્શન મોડ પર રાખ્યા છે,તેમછતાં જાણે ચોરટાઓમાં પોલીસનો ડર રહ્યો ન હોય તેમ નાઈટ પેટ્રોલિંગ દરમિયાન ચોરટાઓને ઝડપી પાડનાર પોલીસ જવાન પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો જોકે બીજો ચોર સાથી બાઈક લઈને નાશી છુટ્યો હતો.
મળતી માહિતી મુજબ સોનગઢના આશીર્વાદ હોટલ પાછળ આવેલ પ્રતિમા રેસીડેન્સી એ-૮ માં રહેતા સમાધાનભાઈ દત્તુભાઈ પાટીલ નાઓનું બે માળનું મકાન છે, ઉપરના માળ પર પરીવાર સાથે પોતે રહે છે જયારે નીચેનો રૂમમાં ભાડુઆત તરીકે કિશનલાલ પુખરાજભાઈ પાલીવાલ નાઓને આપ્યું છે, ગત મોડીરાત્રી દરમિયાન ભાડુઆતના મકાનનું તાળું તોડી બે ઈસમો ચોરી કરી રહ્યા હોય જોકે મકાનનો દરવાજો ખુલ્લા જોતા નાઈટ પેટ્રોલિંગ કરી રહેલા પોલીસ કોન્સ્ટેબલ ભરતભાઈ કોકણી અને તેમની સાથે જીઆરડી જવાન સુનીલભાઈ સાળવે તપાસ કરવામાં માટે આવ્યા હતા, જોકે મકાનમાં ચોરી કરવાના ઈરાદે પ્રવેશ કરેલા ચોરટાઓએ પોલીસ જવાનને જોઈ ભાગવાનો પ્રયાસ કર્યો હતો, તે દરમિયાન પોલીસ જવાનો અને ચોરટાઓ વચ્ચે ઝપાઝપી થઇ હતી,ચોરટાએ પોલીસ જવાન પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો.
જોકે પોલીસ જવાને બળ પ્રયોગ કરીને એક ચોરટાને પકડી પાડ્યો હતો જયારે બીજો ચોરટો પલ્સર બાઈક લઈને નાશી છુટ્યો હતો. પોલીસની તપાસમાં ચપ્પુ વડે હુમલો કરનાર ફારુખ શેખ સલીમ શેખ પિંજારી રહે. પ્રાથમિક શાળા, શાહદુલ્લા નહર, નવનાથ ટેકરી સાક્રી રોડ જી.નંદુરબાર (મહારાષ્ટ્ર ) નાનો હોવાનું જાણવા મળ્યું હતું જયારે પલ્સર બાઈક પર નાશી જનાર જીમી બીપીન શર્મા રહે. ઇન્દિરા સલ્વાન પાછળ, ગુરુકુલ જી.નંદુરબાર (મહારાષ્ટ્ર ) નાનો હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું. બનાવ અંગે ચોરીના ઈરાદે મકાનનું તાળું તોડી ઘરમાં ઘુસેલા ચોરટાઓએ પોલીસ જવાન સાથે ઝપાઝપી કરી ચપ્પુ વડે હુમલો કરતા આંખે જોનાર સમાધાનભાઈ દત્તુભાઈ પાટીલએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500