Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રાજપીપળા ખાતે અર્બન હેલ્થ સેન્ટરમાંથી સામાનની ચોરી થતાં પોલીસ ફરિયાદ

  • March 16, 2023 

નર્મદાનાં રાજપીપળા ટેકરા ફળિયામાં આવેલા અર્બન હેલ્થ સેન્ટરમાંથી સામાનની ચોરી થતાં ગુનો દાખલ થયો છે. મળતી માહિતી અનુસાર, મેડિકલ ઓફિસર રાનીપાલ ભોપાલસીંહ ભાટી (રહે.જુની સિવીલ હોસ્પિટલ, રાજપીપળા) નાએ આપેલી ફરિયાદ મુજબ તેમના ફરજનાં સ્થળે અર્બન હેલ્થ સેન્ટર ખાતે નીચેનાં ભાગે આવેલા અર્બન હેલ્થ સેન્ટરના મુખ્ય પ્રવેશ દ્વારની ઇમરજન્સી બહાર નીકળવા માટે આવેલ જાળી તેમજ દરવાજાને મારેલ તાળુ નકુચા સાથે તોડી નાખી અંદરથી ઓક્સિજન સપ્લાયની તાંબાની પાઇપો, CCTV  કેમેરો નંગ-1, કોમ્પ્યુટર સી.પી.યુ સાથેનો સેટ નંગ-1, યુ.પી.એસ પાવર સેવર, ઇન્ટરનેટ કનેકટીવીટી રાઉટર મળી કુલ રૂપિયા 60,500/-ની કોઈ ચોર ઇસમ ચોરી કરી લઇ જઇ ગુનો કરતા રાજપીપળા પોલીસે અજાણ્યા ચોર સામે ગુનો દાખલ કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application