સુરત શહેરના વેસુ ખાતે રહેતા અને નવસારી શહેરના શાંતાદેવી રોડ વિસ્તારમાં આવેલ વર્ધમાન એપાર્ટમેન્ટ ખાતે હીરાના વેપારીની ઓફીસ ધરાવતા રાજનભાઈ મનીષભાઈ શાહ રાબેતા મુજબ સુરતથી ઓફીસ ખાતે આવી પોતાની સફેદ કલરની મોપેડ નંબર જીજે/21/એડી/4833 એપાર્ટમેન્ટના પાર્કિંગમાં મૂકી હતી.
ત્યારબાદ પોતાનું કામ પૂરું કરી પોતાની મોપેડ પાર્કિંગમાં લેવા જતા જોયું કે, મોપેડ બાઈક મુકેલ જગ્યા પર ના હતી. જેથી રાજનભાઈએ આસપાસના વિસ્તારમાં શોધ-ખોડ કરી છતા મોપેડ બાઈક મળી ન આવતા નવસારી ટાઉન પોલીસ મથકે મોપેડ ચોરીની ફરિયાદ નોંધાવી હતી જેથી પોલીસે અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application