સોનગઢ તાલુકાનાં માંડળ ગામની સોનલ ગામીતે વર્ષ-૨૦૧૧માં બાજુનાં કીકાકુઈ ગામનાં દક્ષિણ ફળિયામાં રહેતા પીયૂષ ચીમનભાઈ ગામીત સાથે પ્રેમલગ્ન કર્યા હતા. તેઓને લગ્નજીવન દરમિયાન બે સંતાનો છે. વર્ષ ૨૦૧૪માં પીયૂષ ગામીતની નોકરી લાગતા તે ૬ મહિને એકવાર ઘરે આવતો હતો. જોકે પીયૂષ ગામીત ઘરે આવતો ત્યારે તેની પત્ની સાથે ઝઘડો કરતો રહેતો હતો. પત્નીને ભરણપોષણનાં પૈસા પણ આપતો ન હતો. પીયૂષને શંકા હતી કે, તેની પત્નીનો બીજા કોઈ પુરુષ સાથે પ્રેમસંબંધ છે. જેથી પીયૂષ ગામીત ગત તારીખ ૦૯/૧૨/૨૦૨૪નાં રોજ અચાનક કિકાકુઈ ગામે તેના ઘરે આવ્યો હતો અને પત્ની સાથે રહેતો હતો.
આ દરમિયાન શક જતાં પીયૂષ ગામીતે ગત તારીખ ૧૬/૧૨/૨૦૨૪ નાંરોજ પત્નીનો મોબાઈલ ફોન ચેક કરવા માટે માંગ્યો હતો. જયારે ફોન લોક હોવાથી પાસવર્ડ નહી આપે તો માર મારવાની ધમકી આપતા સોનલ ગામીત પાસવર્ડ આપી ઘરની બહાર નીકળી વ્યારાનાં સીંગી ખાતે રહેવા આવી ગઈ હતી. તેની જાણ થતા ગત તારીખ ૨૫/૧૨/૨૦૨૪નાં રોજ માંડળ ગામે જઈ પીયૂષ ગામીતે તેની પત્નીને ‘અહીં કેમ આવી છે, તું અહીંથી નીકળી જા, નહીં તો તને માર્યા વિના છોડવાનો નથી’ તેવી ધમકી આપી પત્નીને ત્રણ ઝાપટ ઠોકી ધક્કો મારતા દીવાલ સાથે માથું અથડાવાથી સોનલ ગામીતે ૧૦૦ નંબર પર ફોન કરી પોલીસને બોલાવી તેના પતિ પીયૂષ ગામીત વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application