નર્મદાનાં ડેડીયાપાડા ગામના એક શિક્ષક પાસેથી ખોટી ઓળખ આપી રૂપિયા પડાવી લેનાર ઠગ ટોળકીના ચાર સાગરીતો વિરૂદ્ધ શિક્ષકે ફરિયાદ આપતા પોલીસે તપાસ હાથ ધરી છે. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ચુનિલાલ ગામીયાભાઇ વસાવા નામનાં શિક્ષકે આપેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ તેમના મોબાઇલ નંબરના વોટસએપ ઉપરથી સુનિતા શર્મા નામની છોકરીની ઓળખ આપી હતી. જોકે વોટસએપ મેસેજો તથા વીડિયો કોલ કરી વીડિયો કોલીંગના સક્રિનશોર્ટ લઇ સોશિયલ મીડિયામાં અપલોડ ન કરવા માટે રૂપિયા 5,000/-ની માંગણી કરી હતી. ત્યારબાદ અન્ય બીજા મોબાઇલ નંબરના વપરાશ કર્તાએ રામકુમાર પાંડેય સાયબર ક્રાઈમ દિલ્હીનાં ઓફીસર હોવાની ખોટી ઓળખ આપી હતી.
તેમણે ફોન કરી તથા વોટસએપ મેસેજ કરી તમારા ન્યુડ વીડિયો યુ-ટ્યુબમાં અપલોડ થાય છે. તેને ડીલીટ કરવા માટે હું મોકલાવુ તે નંબર ઉપર વાત કરી પૈસા નાખી ડીલીટ સર્ટીફિકેટ મેળવવાની વાત કરી હતી. વોટસએપનાં માધ્યમથી મોબાઇલ નંબર સંજય સિંઘ નામનાં વ્યક્તિનો નંબર મોકલ્યો હતો. જે મોબાઇલ ફોન ઉપર વાત કરતા આ શિક્ષક પાસે વીડિયો ડિલીટ કરવા માટે રૂપિયા 37,700/-ની માં ગણી કરી હતી. ત્યારબાદ બીજા બે ન્યુડ વીડિયો ડિલીટ કરવા માટે બીજી વખત રૂપિયા 37,700/- નખાવી તેમજ ત્રીજી વાર રૂપિયા 20,000/- તથા ચોથી વખત રૂપિયા 17,700/- મળી કુલ રૂપિયા 1,13,100/- PHONE pay, Google Pay તથા Paytmમાં નાખવાની વાત કરી હતી. રાજ્ય સેવકનું ખોટું નામ ધારણ કરી ઠગાઇ કરીને વીડિયો અપલોડ કરીને ધમકી આપ્યાનો ગુનો કરનાર ચાર વિરૂદ્ધ ડેડીયાપાડા પોલીસે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500