વલસાડ જિલ્લાનાં ધરમપુર ખાતે આવેલી BOBની બ્રાન્ચનાં 8 જેટલા ખાતેદારોએ અલગ અલગ સમયે ગોલ્ડ લોન હેઠળ લોન મેળવવા અરજી કરી હતી. બેંકની બ્રાન્ચમાં ખોટા સોનાના ખરા સોના તરીકે બેંકમાં ગીરવે મૂકીને કુલ રૂપિયા 77.50 લાખની લોન લીધી હતી. બેંકમાંથી ગોલ્ડ લોન મંજુર થતા ખાતેદારોએ લોન ઉપાડી લીધી હતી. બેન્ક દ્વારા સોનું ચેક કરાવતા સોનું ખોટું હોવાનું જાણવા મળતા ધરમપુર પોલીસ મથકે અને SP કચેરીએ બેન્ક મેનેજર પિનાકીન દેવેન્દ્ર ભટ્ટે ધરમપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ધરમપુર પોલીસ મથકે ફરિયાદ અરજી કરી હતી. અરજી બાદ ધરમપુરની બેંક ઓફ બરોડામાં ખોટું સોનુ રજૂ કરી બેંક પાસેથી રૂપિયા 77.50 લાખની ગોલ્ડ લોન લઈ છેતરપીંડી કરી હોવાનો એક મહિલા સહિત 8 સામે પોલીસ મથકે ગુનો નોંધાયો છે.
BOB ધરમપુરના મેનેજરની ફરિયાદ ધરમપુર જયુડીશીયલ મેજીસ્ટ્રેટ ફર્સ્ટ કલાસ સાહેબની કોર્ટમાં ક્રિ. મી. ઇન્કવાયરી કેસથી CRPC કલમ 156(3) મુજબ હુકમ આવતા એમ કેસ દાખલ કર્યો છે. ધરમપુર પોલીસ મથકે બેંક ઓફ બરોડા ધરમપુર બ્રાન્ચના શાખા મેનેજર તરીકે ફરજ બજાવતા પિનાકીન દેવેન્દ્ર ભટ્ટની નોંધાયેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ ગત તા.30/08/2022થી 13/12/2022 સુધી મૂળ રાજસ્થાન તથા હાલ ધામણી તથા રાજસ્થાન અને ધામણીના મળી આંઠ આરોપીઓએ કપટપૂર્વક અને બદદાનતથી પ્રથમથી અપ્રમાણિક ઇરાદે બેંકમાં ખોટું સોનુ રજુ કરી બેંક પાસેથી રૂપિયા 77,50,000ની મની ગોલ્ડ લઈ બેંકનું નુકશાન કરી ગુનો કર્યો હતો. આ ગુનાની આગળની તપાસ ડીવાયએસપી એ.કે.વર્માએ હાથ ધરી છે.
આઠ આરોપીઓનાં નામ...
1.દિનેશકુમાર અંબાલાલજી (હાલ રહે.ધામણી, તા.ધરમપુર મુળ રહે.પાલીયા, લેસવા, ચીત્તૌડગઢ,રાજસ્થાન),
2.પારસબેન મહાવીર ગુજજર (હાલ રહે.ધામણી, તા.ધરમપુર),
3.મહાવીર ચત્રભુજ ગુજજર (હાલ રહે.ધામણી, તા.ધરમપુર, જી.વલસાડ),
4.કમલેશ અંબાલાલ સુખવાલ (હાલ રહે. ધામણી, તા.ઘરમપુર, મૂળ રહે.રાજસ્થાન),
5.ધનીરામ રામદયાલ શાહુ (રહે. ઘર નં.23, વોર્ડ નં.2, લેજખર, પીંડી, કવર્ધા, છત્તીસગઢ),
6.ઓમપ્રકાશ સિધ્ધરામ શાહુ (રહે. ઘર નં.278 દિલવાપરા 4 , ગામ રાવેલી, તા.કવર્ધા, જી. કબીરધામ, છત્તીસગઠ),
7.કમલેશ કેવલરામ શાહુ (રહે.બોધીકુંદા, તા.કવર્ધા, જી.કબીરધામ, છત્તીસગઠ),
8.નવીનભાઈ બાલુભાઈ રાઠોડ (રહે.મુ.પો.ધામણી).
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500