લગ્નમાં જાણીતા ગાયકો અને તેમના રેલાતા સૂરો પર નાચતા-ઝૂમતા જાનૈયાઓ જોવા મળે તે ખૂબ સામાન્ય દૃશ્ય છે પરંતુ કોરોના કાળમાં યોજાતા લગ્નનોમાં કેટલાક નિયમો આડે આવી જતા પોલીસ માટે વરઘોડા માથાના દુ:ખાવા સાબિત થઈ રહ્યા છે.
હજુ તો ભાજપ ના પૂર્વ રાજ્ય મંત્રી કાંતિ ગામિતના લગ્ન પ્રસંગે યોજાયેલા 'કોરોના ગરબા મહોત્સવ'ની ઘટનાના પડધા શમ્યા નથી ત્યાં તો રાજ્યમાં નવા લગ્ન પ્રસંગનો વિવાદ સામે આવી ગયો છે.
તાજેતરમાં જ મહેસાણાના વિસનગરમાં વાલમ ગામે યોજાયેલા લગ્ન પ્રસંગમાં લોક ગાયિકા કાજલ મહેરિયાના ગીતોના તાલે નાચતા જાનૈયાઓ માટે આફત આવી છે. વરઘોડામાં 100થી વઘુ લોકોનું ટોળું એકઠું થતા વિસનગર પોલીસ મથકે ફરિયાદ દાખલ થવા પામી છે.
લગ્નના વરઘોડામાં મોટી સંખ્યામાં લોકો એકઠા થવાનો મામલો,કાજલ મહેરિયા સહિત 14 વ્યક્તિ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500