અંકલેશ્વરનાં વાલિયા રોડ આવેલા શાન પ્લાઝા કોમ્પ્લેક્સના પાર્કિંગમાંથી તારીખ 23 માર્ચનાં રોજ બાઈક ચોરી થઇ જવા પામી હતી. જ્યારે બીજો બનાવ હાંસોટના મોદી નગર ખાતે લોક કરી પાર્ક કરેલી ઇકો કારને વાહન ચોરો ચોરી કરી ફરાર થઇ ગયા હતા. બનાવ મામલે પોલીસે વાહન ચોરીની ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, અંકલેશ્વર શહેરમાં હાંસોટ રોડ પર આવેલા મોદી નગર ખાતે રહેતા કપિલ મોદીએ પોતાની ઇકો કાર ગત 2 એપ્રિલની રાત્રીના સોસાયટીમાં ઘર નજીક લોક કરી પાર્ક કરી હતી. તેઓ તારીખ 3 એપ્રિલનાં રોજ સવારે કાર લેવા જતા પાર્કિંગ સ્થળે કાર નહિ મળતા આસપાસ તપાસ કરતા કાર ક્યાંય પણ નહીં મળી આવતા કાર ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું. આખરે કપિલ મોદીને અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે ઇકો કાર ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે રૂપિયા 2.84 લાખની ઇકો કાર ચોરી અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
જ્યારે બીજા બનાવમાં અંકલેશ્વર-વાલિયા રોડ પર કુમકુમ બંગ્લોઝ બાજુમાં શાન પ્લાઝા કોમ્પલેક્સમાં રહેતા વિકેશ કુમાર સિંગએ પોતાની હીરો પેશન બાઈક પાર્કિંગમાં લોક કરી ગત તારીખ 23 માર્ચની રાત્રીના મૂકી હતી. જે બાઈક બીજા દિવસે 24 માર્ચના રોજ સવારે લેવા જતા પાર્કિંગ સ્થળથી ચોરી થઇ જવા પામી હતી. જેની શોધખોળ કરવા છતાં નહિ મળી આવતાં અંતે તેમણે અંકલેશ્વર જી.આઇ.ડી.સી. પોલીસ મથકે તારીખ 6 એપ્રિલના રોજ ફરિયાદ આપતા પોલીસે રૂપિયા 35 હજારની કિંમત ગણીને બાઈક ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application