Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

હેડકલાર્ક પેપર લીક મામલે પોલીસે વધુ ત્રણ આરોપીઓની ધરપકડ કરી

  • December 25, 2021 

ગૌણ સેવા પસંદગી દ્વારા લેવાયેલી હેડકલાર્ક પેપર લીક મામલે પોલીસે વધુ ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. સાબરકાંઠા પોલીસે રવિ પટેલ, અંકિત પટેલ અને વિપુલ પટેલની ધરપકડ કરી છે.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલી હેડક્લાર્કના પેપરલીક કરવાના આરોપમાં સાબરકાંઠા જિલ્લા પોલીસે ગત શુક્રવારે 11 લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. આ તમામની અટકાયત કરી લેવાઈ હતી. પ્રાંતિજ પોલીસ મથકે 11 આરોપીઓ સામે ફરિયાદ નોંધાઇ હતી. આ 11 આરોપીઓમાંથી 10 આરોપીઓ પકડાયા છે. એક આરોપી પોલીસ પકડથી દુર છે. આ પેપર લીક કૌભાંડમાં અત્યાર સુધીમાં પોલીસે 23 આરોપીઓની ધરપકડ કરી લેવાઈ છે. પકડાયેલા 20 આરોપીઓમાંથી છ આરોપીઓ રિમાન્ડ નામંજુર થતા તેઓ હાલ સબજેલમાં છે. તો 20 માંથી 14 આરોપીઓ રિમાન્ડ પર છે. 

ત્યારે આ કેસમાં આજે વધુ ત્રણ આરોપીઓની ધરપકડ કરાઈ છે. જેમા હિંમતનગરના છાદરડા, પ્રાંતિજના ઊંછા અને રામપુરાના આ ત્રણેયની ધરપકડ કરાઈ છે. ધરપકડ કરાયેલાઓમાં બે વિધાર્થીઓ સામેલ છે તો એક આરોપીએ પેપર માટે લઇ જનારની ભૂમિકા ભજવી હતી. ધરપકડ કરાયેલ ૩ ને આજે પ્રાંતિજ કોર્ટમાં સાંજે રજુ કરાશે. ઉલ્લેખનીય છે કે, આઠ દિવસમાં તપાસમાં પેપર લીક કૌભાંડના આરોપીઓના નામો ખૂલી રહ્યાં છે. 


ઉલ્લેખનીય છે કે, 88 હજાર ઉમેદવારોએ હેડ ક્લાર્કની પરીક્ષા આપી હતી અને 12 તારીખે લેવાયેલી પરીક્ષાનું પેપર 10 તારીખે ફોડવામાં આવ્યું હતું. જેના કારણે હવે રાજ્ય સરકાર બે દિવસમાં સત્તાવાર રીતે આ પરીક્ષા રદ કરવાની જાહેરાત કરશે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ મામલે જણાવ્યું કે, પેપર કાંડના આરોપીઓને એવી સજા કરવામાં આવશે કે ભવિષ્યમાં કોઈ હિંમત ના કરે. જે રીતે દુષ્કર્મના કેસમાં ઝડપથી કેસ ચલાવવામાં આવે છે એ જ રીતે આ કેસમાં પણ ઝડપથી કાનૂની કાર્યવાહી કરવામાં આવશે અને આરોપીઓને તેમના અપરાધની સજાના અંજામ સુધી પહોંચાડવામાં આવશે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application