Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ફોનમાં બિભત્સ વિડીયો બતાવી બાળકીને ધમકી આપનાર યુવકની પોલીસે ધરપકડ કરી

  • July 19, 2024 

સુરતના ડીંડોલી સી.આર.પાટીલ રોડ વિસ્તારની એક સોસાયટીમાં રહેતા 34 વર્ષના અપરણિત યુવાને સોસાયટીની જ ધો.4માં ભણતી દસ વર્ષની બાળકીને વિમલ મંગાવવાના બહાને ઘરે બોલાવી ફોનમાં ગંદો વિડીયો બતાવી છેડતી કરી બાદમાં બાળકીનો હાથ પકડી કોઈને કહેશે તો માર મારવાની ધમકી પણ આપતા ડીંડોલી પોલીસે તેના વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી હતી. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ, સુરતનાં ડીંડોલી સી.આર.પાટીલ રોડ વિસ્તારની એક સોસાયટીમાં રહેતા પરપ્રાંતીય શ્રમજીવી દંપતીના બે બાળકો પૈકી મોટી પુત્રી હેત્વી (ઉ.વ.10, નામ બદલ્યું છે) ધો.4માં અભ્યાસ કરે છે અને સાંજે સ્કુલેથી છૂટીને સોસાયટીમાં જ ટ્યુશન ક્લાસમાં જાય છે.


જોકે સ્કુલમાં મોહરમની રજા હોય હેત્વી બપોરે પોણા બાર વાગ્યે ટ્યુશનથી ઘરે પરત ફરતી હતી ત્યારે તેમના ઘરની શેરીના નાકેના મકાનમાં પહેલા માળે રહેતા એક શખ્સે તેને ઉપર બોલાવી પૈસા આપી વિમલ લાવવા કહ્યું હતું. હેત્વી વિમલ લઈને આપવા ગઈ ત્યારે તેણે હેત્વીને બાજુમાં બેસાડી પોતાના મોબાઈલ ફોનમાં પોર્ન વિડીયો બતાવ્યો હતો. આથી હેત્વી ત્યાંથી ભાગતા યુવાને તેનો હાથ પકડી ધમકી આપી હતી કે જો તું કોઈને કહેશે તો મારીશ.હેત્વી હાથ છોડાવીને ત્યાંથી ભાગી ગઈ હતી.


ઘરે ગભરાયેલી હાલતમાં પહોંચેલી હેત્વીને જોઈ તેની માતાએ પૂછતાં તેણે સમગ્ર હકીકત જણાવી હતી. આથી તેની માતા સાસુ સાથે તે યુવાનને શોધવા હેત્વીને લઈ સોસાયટીના નાકે એક મકાનમાં પહોંચ્યા હતા. તે મકાનમાં ઉપરના માળે મજુરી કામ કરતો 34 વર્ષીય અપરણિત જગદીશ નથુભાઇ પાતુરકર (મૂળ રહે.તાસખેડા, તા.અમલનેર, જી.જલગાંવ) રહેતો હોય તેને દરવાજો ખોલવા કહ્યું હતું. જોકે તેણે દરવાજો ખોલ્યો નહોતો. થોડીવારમાં જગદીશના પરિજનો આવતા તેમણે દરવાજો ખોલાવ્યો હતો. હેત્વીની માતાએ જગદીશને કેમ આવું કર્યું પૂછ્યું તો તેણે ગોળગોળ જવાબ આપી ઝઘડો કરતા કોઈકે પોલીસને જાણ કરી હતી. સ્થળ પર પહોંચેલી ડીંડોલી પોલીસે હેત્વીની માતાની ફરિયાદના આધારે જગદીશ વિરુદ્ધ છેડતીનો ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application