ગુજરાતમાં મંગળવારે સાતમી તારીખે 25 લોકસભા બેઠક અને પાંચ વિધાનસભા બેઠકની ચૂંટણી માટે મતદાન થયું હતું, ત્યારે મહીસાગરના બૂથ કેપ્ચરિંગના પ્રયાસનો વિડીયોવાઇરલ થયો છે. મહીસાગર જિલ્લામાં સંતરામપુર વિધાનસભા મત વિસ્તારમાં બૂથ કેપ્ચરિંગના પ્રયાસનો વિડીયો વાઇરલ થયો છે. સોશિયલ મીડિયામાં વિડીયો વાઇરલ થયો છે. હવે આ મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. બુથ કેપ્ચરીંગ કરનાર ભાજપ નેતા પુત્રની ધરપકડ કરવામાં આવી છે. આ વિડીયોના લીધે સંતરામપુર પોલીસ પણ હરકતમાં આવી ગઈ છે. સંતરામપુરના પ્રથમપુર ગામે આ બુથ કેપ્ચરિંગ થયું હતું.
સંતરામપુર ખાતે બિહારવાડીના આ દ્રશ્યો છે. બૂથ કેપ્ચરિંગ કરતા યુવાનનો વિડીયો સોશ્યલમીડિયા પર વાઇરલ થયો છે. આમ સબ સલામતના દાવા પોકળ છે. ચૂંટણીપંચ સબ સલામત અને બધુ બરોબર છે તેવા દાવા કરી રહી છે તે બધુ પોકળ છે. આ વિડીયોને લઈને પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. સંતરામપુરના રમેશ ભાભોરના પુત્ર વિજય ભાભોરનો વિડીયો વાઇરલ થયો છે. તેણે ચૂંટણી અધિકારીને ધમકાવ્યાનો આરોપ છે. કોંગ્રેસ ઉમેદવાર ડો.પ્રભાબેન તાવિયાડે આ અંગે જિલ્લા કલેક્ટરને ફરિયાદ કરી છે. ગુજરાતમાં લાંબા સમયે આ પ્રકારની ઘટના નોંધાઈ હોવાનું પ્રકાશમાં આવ્યું છે. કલેક્ટર નેહાકુમારીએ સમગ્ર કેસ હાથમાં સંભાળ્યો છે. પોલીસે વિજય ભાભોરની અટકાયત કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application