ગાંધીનગરના વાવોલ ગામમાં આવેલા વડવાળા વાસમાં એક મકાનમાં જુગારધામ ચાલતું હોવાની બાતમીને પગલે સ્થાનિક પોલીસે રેડ કરતા અહીં દોડધામ મચી ગઇ હતી. જોકે પોલીસે જુગાર રમતા દસ જુગારીઓને પકડી પાડયા હતા જ્યારે તેમની પાસેથી કુલ 18 હજારનો મુદ્દામાલ પણ જપ્ત કરી લીધો હતો. સેક્ટર-7 પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી. તે દરમ્યાન બાતમી મળી હતી કે, વાવોલના વડવાળાવાસ ખાતે રહેતો દિલીપ ભીખાજી ઠાકોરનાં ઘરે જુગાર ધામ ધમધમી રહ્યું છે. જેના પગલે પોલીસે રેડ પાડી હતી. પોલીસના દરોડાથી દોડધામ મચી ગઇ હતી.
પોલીસે અહીંથી જુગાર રમતા અને રમાડતા કુલ 10 શખ્સોને પકડી પાડયા હતા. જેમાં વાવોલના દિલીપ ઠાકોર ઉપરાંત રાવળવાસના વિશાલ ચંદુભાઇ રાવળ, કુબેરનગરના છબીરામ હેમનાથ શર્મા, દરબારવાસના ધર્મેન્દ્રસિંહ અભેસીંહ ગોલ, તરપોજવાસના ગુંજન ગોબરભાઇ દેસાઇ તથા જયેશજી ચંદનજી ઠાકોર અને વિજય લક્ષ્મણભાઇ ઠાકોર ઉપરાંતમાણસા ધોળાકુવાના રીંકુજી જયંતીજી ઠાકોર, અલ્પેશ કાનાજી ઠાકોર, કલોલ ઇસંડના મુકેશ આત્મારામ ઠાકોરનો સમાવેશ થાય છે. આ તમામ જુગારીઓ પાસેથી 18 હજારથી વધુની રોકડ અને પત્તા મળી આવ્યા હતા. જેના પગલે પોલીસે આ જુગારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500