એર ઈન્ડિયાથી લઈને એર એશિયા, સ્પાઈસજેટ અને ઈન્ડિગો એરલાઈન્સની અનેક ફ્લાઈટમાં છેલ્લા કેટલાક સમયથી સમસ્યાઓની અનેક ફારિયાદો મળી રહી છે. એન્જિનથી લઈને ક્રૂ કેબિન અને વિન્ડ શિલ્ડની સમસ્યાઓ વચ્ચે હવે મહારાષ્ટ્રમાં એક પ્લેન દુર્ઘનાગ્રસ્ત થયું છે. બારામતીથી ઉડાન ભરેલ આ પ્લેન ક્રેશ થયું છે. મળતી માહિતી પ્રમાણે, આ પ્લેન કાવર એવિએશન કંપનીનું હતુ. જોકે સદનસીબે બારામતીથી ઉડાન ભરી રહેલ આ વિમાન ટ્રેનિંગ માટે હતુ.
વિમાનમાં મહિલા પાયલેટે પોતાની સુઝબુઝથી ઇમરજન્સી લેડિંગ કરીને પોતાનો જીવ બચાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે મહિલા પાયલટને કોઈ હાનિ નથી થઈ. પરંતુ પ્લેન ક્રેશ થયેલ ફોટો અને વીડિયો વાયરલ થઈ રહ્યાં છે. આ ઘટનામાં 22 વર્ષીય મહિલા પાયલેટ સામાન્ય ઘાયલ થઇ છે. મહિલા પાયલટે પોતાનો જીવ બચાવવા પ્લેનનું ખેતરમાં જ ઇમરજન્સી લેન્ડિંગ કર્યું હતુ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application