પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મહારાષ્ટ્ર હાઉસિંગ ડેવલપમેન્ટ કોર્પોરેશન (મહાહાઉસિંગ) મુંબઈ મેટ્રોપોલિટીન રીજનમાં ટિટવાલા અને સોલાપુર, નાગપુર, સાતારામાં 36,000 નાના ઘર બનાવવાની યોજના ધરાવે છે. આ યોજના હેળ બનનારા ઘર 300થી 600 સ્કે.ફૂટના હશે. જેની કિંમત અંદાજે રુપિયા 9 લાખથી 17 લાખ સુધીની હશે. આર્થિક પછાત તથા ઓછી તેમજ મધ્યમ આવક ધરાવતાં લોકો માટે આ યોજના ઉપયોગી થશે. પીએમએવાય યોજના હેઠળ ટિટવાલામાં 2200 ફ્લેટ્સ બાંધવાની યોજના છે અને તે માટેના ટેન્ડર જાહેર કરી દેવાયા છે.
આ કુલ ઘરોમાંથી પ્રથમ તબક્કામાં 500 ઘર સૌપ્રથમ સોલાપુરમાં લોટરી સિસ્ટમથી વેંચવામાં આવશે. મહાહાઉસિંગના અધિકારીના જણાવ્યાનુસાર, સોલાપુરમાં જે ઘર વિતરીત કરવામાં આવશે, તેની કિંમત પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળની 2.5 લાખની સબસિડી બાદ 9 લાખ રુપિયા હશે અને જો લાભાર્થી એ બાંધકામ મજૂર હશે તો ઘરની કિંમત હજી બે લાખ ઓછી થઈ જશે. આ ઘરોમાં મોડયુલર કિચન, વૉલ યુનિટ, વોટર પ્યોરિફાયર હશે. 2.5 લાખની સબસિડી ઉપરાંત આ ઘરની સ્ટેમ્પ ડયુટી પણ માત્ર એક હજાર રુપિયા હશે. તેમને 2.5ની એફએસઆઈ અપાશે અને તેમને અપાયેલી જમીન એ હાઉસિંગ પર્પસ (આવાસના હેતુઓ) માટેના ગ્રીન ઝોનમાં છે. ગયા વર્ષે જૂનમાં આ પ્રોજેક્ટની પૂર્ણતાનો દર 34 ટકાથી પણ ઓછો હતો. પરંતુ અત્યારે રાજ્યભરમાં કુલ લક્ષ્યાંકિત 6.27 લાખમાંના 64 ટકા ઘર બંધાઈ ગયા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500