કતારગામ વિસ્તારમાં રહેતી અને હેલ્થ પ્રોડક્ટના માર્કેટિંગ સાથે સંકળાયેલી ૨૨ વર્ષીય યુવતી તેના ફ્રેન્ડ સર્કલ સાથે પીપલોદમાં ક્રોમા સેન્ટરની ઉપર આવેલ ઓયો હોટલમાં બર્થ ડેની ઉજવણી કરવા માટે ગયા બાદ સવારે હોટલના રૂમમાંથી શંકાસ્પદ રીતે બેભાન હાલતમાં મળી આ્વતા તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી ત્યાં ફરજ પરના તબીબોઍ મૃત જાહેર કરતા ભારે ચકચાર મચી છે. યુવતી રાત્રે સૂતા બાદ સવારે નહી ઉઠતા તેના ફ્રેન્ડ દ્વારા પરિવારને જાણ કરી હોસ્પિટલમાં લઈ ગયા હતા. યુવતીના મોતથી રહસ્યમય સર્જાયુ છે.
નવી સિવિલ હોસ્પિટલ અને ઉમરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ કતારગામમાં ગોપીનાથ સોસાયટીમાં રહેતી તન્વી દિલીપભાઇ ભાદાણી(ઉં.વ.૨૨) પરિવાર સાથે રહે છે અને હેલ્થ –ડોક્ટરના માર્કેટિંગના કામ સાથે સંકળાયેલી હતી. તન્વી ગઈકાલે સાંજે તેના ફ્રેન્ડ સર્કલ સાથે બર્થ ડે સેલીબ્રેશન કરવા માટે પીપલોદ ખાતે ક્રોમા સેન્ટરની ઉપર આવેલ ઓયો હોટલમાં ગયા હતા અને ત્યાં રાત્રે બર્થ ડે સેલીબ્રેશન કર્યા બાદ રાત્રે હોટલમાં જ રોકાય ગયા હતા. તન્વી સાથે અન્ય બે યુવતી અને યુવક હતા. દરમિયાન રાત્રે સુતા બાદ તન્વી સવારે નહી ઉઠતા તેના ફ્રેન્ડ પંકજ ગોહિલ તેણીના પરિવારને જાણ કરી સારવાર માટે તાકિદે નવી સવિલિ હોસ્પિટલમાં લઈ ગયો હતો.ત્યાં તન્વીને ફરજ પરના તબીબોઍ મૃત જાહેર કરી હતી.
બનાવ અંગે ઉમરા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.વધુમાં મૃતક તન્વીના પિતા દિલીપભાઇ ભાદાણી ડાયમંડ પાર્ટ્સની દુકાન ચલાવે છે. તન્વી પરિવારની ઍકની ઍક દીકરી હતી. તન્વીના રહસ્યમય મોતને લઇને પરિવારમાં માતમ છવાઇ ગયો છે. જાકે પોસ્ટમોર્ટમ બાદ મોતનું સાચું કારણ જાણવા મળશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500