Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પવિત્ર યાત્રાધામ ડાકોરમાં ઠાકોરનાં દર્શન કરવા માટે ભક્તોનું ઘોડાપૂર ઉમટયું

  • November 06, 2024 

પવિત્ર યાત્રાધામ ડાકોરમાં અગિયારસથી લાભ પાંચમ સુધીમાં કાળીયા ઠાકોરના દર્શન કરવા માટે ભક્તોનું ઘોડાપૂર ઉમટયું હતું. છેલ્લા આઠ દિવસમાં આશરે ૧૫ લાખથી વધુ ભક્તોએ ડાકોરમાં દર્શનનો લાભ લીધો હતો. ડાકોરમાં તહેવાર ટાણે ઠાકોરજીનાં દર્શનાર્થે લોકોનો ધસારો જોવા મળે છે. ત્યારે દિવાળી પર્વને લઈ અગિયારથી લઈ નવા વર્ષની લાભ પાંચમ સુધી ડાકોર અને આસપાસની હોટલો-ગેસ્ટહાઉસોમાં હાઉસફુલના પાટિયા લાગ્યા હતા.


આડેધડ અને ઠેર-ઠેર પાર્કિંગના કારણે ઘણાં બધા ઝઘડા પણ વેપારીઓ રહીશો અને દર્શનાર્થીઓ વચ્ચે થયા હતા. ટ્રાફિક પોલીસની કંટ્રોલ બહાર વાહનો ડાકોરમાં ખડકાયા હતા. ટ્રાફિક પોલીસ દ્વારા ડાકોરના પ્રવેશ માર્ગો પર બાહ્ય વાહન ચાલકોને ડાકોરમાં પ્રવેશ બંધ કરી દેવાયો હતો. જેથી બે કિલોમીટર દૂર વાહન પાર્ક કરી આવતા દર્શનાર્થીઓમાં વિકલાંગ અને વૃદ્ધોને હાલાકી વેછવી પડી હતી. ડાકોરમાં રોજબરોજ મોટી સંખ્યામાં વાહનો પ્રવેશી જઈને આડેધડ પાર્કિંગ કરી દર્શનમાં જતા રહેતા હોવાથી ચક્કાજામના દ્રશ્યો પણ જોવા મળી આવ્યા હતા. ડાકોરમાં અગિયારસથી પાંચમ સુધી દર્શનાર્થીઓ ખૂબ મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા અને પ્રશાસનની કોઈપણ યોગ્ય સુવિધાઓ ના મળતા દર્શનાર્થીઓમાં નિરાષા જોવા મળી હતી.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application