અયોધ્યામાં ભગવાન શ્રીરામના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના પવિત્ર અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા દેશના તમામ ધર્મસ્થાનોનુ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આહવાન કરાયું છે. તારીખ 14થી 22 જાન્યુઆરી સુધી ભરૂચ જિલ્લામાં પણ તમામ ધાર્મિક સ્થળોની દ્વારા સાફ-સફાઈ હાથ ધરાઈ રહી છે. ભરૂચ ભોલાવ સ્થિત શ્રી રામજી મંદિરે આજે ગુરુવારે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની અધ્યક્ષતામાં સફાઈ અભિયાન હાથ ધરાયું હતું. જિલ્લામાં આવેલ વિવિધ મહત્વના અને નાના મોટા તીર્થ સ્થળો/ધર્મસ્થાનો તથા તેના પરિસર અને પરિસરને જોડતા મુખ્ય રસ્તાઓ તેમજ દર્શનાર્થીઓની અવર-જવર રહેતી હોય તેવી તમામ જગ્યાઓ અને ધાર્મિક સ્થળોએ સફાઈ ઝુંબેશ શરૂ કરવામાં આવેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application