દિલ્હી પોલીસે દિલ્હી હિંસા દરમિયાન ચાંદબાગ વિસ્તારમાં આગજની, ફાયરિંગ અને પથ્થરમારાનાં 20 આરોપીઓની તસવીરો જાહેર કરી છે, ક્રાઈમ બ્રાંચ તેમને તાકીદે શોધી રહી છે. આ આરોપીઓની માહિતી અથવા કડી આપનાર વ્યક્તિને દિલ્હી પોલીસ ઈનામ પણ આપશે.
આ 20 લોકો ઉત્તર પૂર્વ દિલ્હીમાં થયેલી હિંસામાં સામેલ હતા. આ વર્ષે 24 ફેબ્રુઆરીએ જ્યારે દિલ્હીના ચાંદ બાગ વિસ્તારમાં વિરોધ પ્રદર્શકોનું ટોળું ઉગ્ર બન્યું હતું. આ દરમિયાન દિલ્હી પોલીસના હેડ કોન્સ્ટેબલ રતન લાલની પણ હત્યા કરાઈ હતી. પોલીસના જણાવ્યા અનુસાર, તે સમયે ચાંદબાગ હિંસામાં આ 20 ગુનેગારો પણ હાજર હતા.
ચાંદ બાગ હિંસા દરમિયાન જ આઇપીએસ અધિકારી અમિત શર્મા પર પણ જીવલેણ હુમલો થયો હતો, શહાદરાનાં ડીસીપી અમિત શર્મા તે સમયે ફોર્સની સાથે ટોળાને નિયંત્રિત કરવા માટે ત્યાં પહોચ્યા હતાં, ચાંદ બાગમાં જ દિલ્હી પોલીસનાં એસીપી અનુજ કુમાર પર પણ જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો.
દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાંચનાં જણાવ્યા મુજબ દિલ્હી હિંસાનાં આ 20 ગુનેગારો હેડ કોન્સ્ટેબલ રતન લાલની હત્યા કરીને ફરાર થયા છે, તેનાં પગલે હવે દિલ્હી પોલીસ આ આરોપીઓનાં પોસ્ટરો તાત્કાલિક જાહેર સ્થળો પર લગાવવા જઇ રહી છે.
અત્રે ઉલ્લેખનિય છે કે ચાંદ બાગ વિસ્તારમાં કોંસ્ટેબલ રતન લાલ, ડીસીપી અમિત શર્મા અને એસીપી અનુજ પર હુમલો કરનારામાં ઘણી બુરખો પહેરેલી મહિલાઓનો પણ હતી, દિલ્હી પોલીસ તે મહિલાઓને પણ શોધી રહી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500