Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

News update : ઉચ્છલ-નિઝર હાઈવે પર પીકઅપ ટેમ્પો પલટ્યો : ૧૭ મજૂરોને ઈજા, ૧નું મોત

  • January 23, 2024 

ઉચ્છલના આમકુટી ગામ પાસે મજૂરો ભરેલ ટેમ્પો પલટતા જોરદાર અકસ્માત સર્જાયો હતો.ઘટનાને લઇ આસપાસ માંથી ગામ લોકો મદદે દોડી આવ્યા હતા, ખાનગી વાહન તેમજ ઈમરજન્સી ૧૦૮ની મદદથી ઈજાગ્રસ્ત અંદાજીત ૧૭ જેટલા મજૂરોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.


મળતી માહિતી મુજબ નિઝર-ઉચ્છલ સ્ટેટ હાઇવે માર્ગ પર આવતું આમકુટી ગામના ટર્નિગ પાસે સોમવારે મોડી સાંજે એક મજૂરો ભરી લઇ જતો પીકઅપ ટેમ્પો નંબર જીજે/૨૬/ટી/૩૧૭૩ના ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા ટેમ્પો પલટી ખાઈ ગયો હતો. આ અકસ્માતની જાણ થતા ગામલોકો બચાવ કામગીરી માટે દોડી આવ્યા તેમજ બીજી તરફ ઈમરજન્સી સેવા ૧૦૮ અને ઉચ્છલ પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.


૧૭ જેટલા ઈજાગ્રસ્ત મજુરોને સારવાર અર્થે નજીકની હોસ્પીટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જોકે ૪ જેટલા મજૂરોની તબિયત લથડતા રીફર કરવામાં આવ્યા હતા. આ દરમિયાન ઉચ્છલના લીંબાસોટી ગામની ૬૨ વર્ષીય વૃધ્ધા  સુકાંતિબેન કમાજીભાઈ વસાવાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. ટેમ્પોમાં સવાર તમામ મજૂરો ફોરેસ્ટ વિસ્તારમાં કામગીરી કરતા હતા પોતાન ઘરે સાંજે પરત ફરતી વખતે અકસ્માત સર્જાયો હતો. બનાવ અંગે મુલજીભાઈ ટાકલિયાભાઈ વસાવા રહે.લીંબાસોટી ગામ તા.ઉચ્છલ નાએ ટેમ્પોના ચાલક સુબીરભાઈ ઢેડાભાઈ વસાવા રહે.લીંબાસોટી ગામ તા.ઉચ્છલ વિરુદ્ધ ફરિયાદ આપતા ઉચ્છલ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

લીંબાસોટી ગામના તમામ ઈજાગ્રસ્ત લોકોના નામ


(૧) મુલજીભાઈ ટાકલિયાભાઈ વસાવા (૨) સમીરભાઈ સુનીલભાઈ વસાવા (૩) નયનાબેન કલ્પેશભાઈ વસાવા (૪) અંજુબેન વિપુલભાઈ વસાવા (૫) દિનેશભાઈ નુરજીભાઈ વસાવા (૬) મનહરભાઈ કમાજીભાઈ વસાવા (૭) મુન્નીબેન પિયુષભાઈ વસાવા (૮) દિવાનજીભાઈ ડુગરિયાભાઈ વસાવા (૯) વંતિકાબેન કૃષ્ણભાઈ વસાવા (૧૦) રજુબેન સુમનભાઈ વસાવા (૧૧) ઈસુદીબેન સુનીલભાઈ વસાવા (૧૨) સુનીતાબેન સનજીભાઈ વસાવા (૧૩) જનતાબેન ભરતભાઈ વસાવા (૧૪) વસંતીબેન ભરતભાઈ વસાવા (૧૫) શાંતિબેન રવીદાસભાઈ વસાવા (૧૬) બસુબેન ઇસમાનભાઈ વસાવા (૧૭) જેવંતીબેન દિલીપભાઈ વસાવા



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application