Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કપરાડાના બારપુડા ગામે પીકઅપના ચાલકે બાઇકને અડફેટે લઈ અકસ્માત સજર્યો

  • January 11, 2025 

વલસાડ જિલ્લાના કપરાડાના બારપુડા ગામે પીકઅપના ચાલકે સામેથી આવી રહેલી બાઇકને અડફેટે લઈને અકસ્માત સજર્યો હતો. જોકે આ અકસ્માતમાં બાઈક સવાર ત્રણેય યુવાનો રોડ પર પટકાયા હતા. આ દરમિયાન પીકઅપ ટેમ્પોના ટાયર રોડ પર પટકાયેલા ત્રણ પૈકીના એક યુવાન ઉપરથી ફરી વળતા યુવાનનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. મળતી માહિતી મુજબ, કપરાડાના હુંડા ગામમાં રહેતા માધવકુમાર સદુભાઈ દોડકા નામનો યુવાન ખેતી કામ કરે છે.


જોકે ગત તારીખ ૦૭/૦૧/૨૫ નારોજ માધવકુમાર ગામમાં રહેતા તેમના મિત્ર અરુણકુમાર તુલશીરામ દિવે સાથે બાઈક નંબર જીજે/૧૫/ઈએચ/૮૨૨૯ લઇને કપરાડાના શાહુડા ગામે લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગયા હતા. જ્યાં બને મિત્રોની મુલાકાત બારપુડા ગામના નાચનખડક ફળિયામાં રહેતા તેમના મિત્ર મનોજભાઈ ભાવુભાઈ ગદાડર સાથે થઈ હતી. મોડી રાતે ત્રણેય મિત્રો બાઈક પાર બેસીને હુંડા ગામે આવવા માટે નીકળ્યા હતા. તેઓ શિવાલય સામેથી પસાર થઈ રહ્યા હતા. જે વેળાએ સામેથી આવી રહેલ પીકઅપ ટેમ્પો નંબર એમએચ/૨૦/જીસી/૨૪૩૧ના ચાલકે માધવકુમારની બાઈ કને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બાઈક સવાર ત્રણેય મિત્રો રોડ પર પટકાયા હતા.


આ દરમિયાન પીકઅપના ટાયર રોડ પાર પટકાયેલ મનોજના માથા ઉપરથી ફરી વળતા તેમનું સ્થળે જ અરેરાટી ભર્યું મોત નીપજ્યું હતું. માધવકુમાર અને અરુણને ૧૦૮ એમ્બ્યુલન્સની મદદથી પ્રથમ સારવાર માટે સુથારપાડા સી.એચ.સીમાં અને ત્યારબાદ વધુ સારવાર માટે ધરમપુરની સ્ટેટ હોસ્પિટલમાં લઇ જવાયા હતા. છેવટે અરુણને વધુ સારવાર માટે વલસાડની સિવિલ હોસ્પિટલમાં અને માધવકુમારને વધુ સારવાર માટે ધરમપુરની સાંઈનાથ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માત સર્જાયા બાદ પીકઅપ ટેમ્પો પણ પલ્ટી મારી ગયો હતો. અકસ્માત સર્જનાર પીકઅપ ચાલક સ્થળ પરથી ફરાર થઇ ગયો હતો. જે બાબતે માધવકુમાર એ અકસ્માત સર્જી ફરાર થઇ જનાર પીકઅપના ચાલક સામે કપરાડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા, પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application