ભાઠેના રઝાનગરમાં રહેતા એક યુવકે પોતાના ઘરમાં રહેવા આવેલી ત્યકતાની સગીર વયની પુત્રી સાથે રાત્રિના સમયે શારિરીક છેડછાડ કરી હોવાની ફરીયાદ પોલીસ મથકમાં નોધાઇ છે.
ઉન પાટીયા ભીંડી બજારમાં રહેતા શમશેર શેખ નામના રીક્ષા ડ્રાઇવર સાથે તેની પત્નીએ તા.૨૧-૦૯-૨૦૨૧ ના રોજ છુટાછેડા લઇ ભાઠેના રઝાનગરમાં રહેતા પોતાના ઓળખિતા આસીફખાન ઝુબેરખાન પઠાણના ઘરે રહેવા માટે જતી રહી હતી. શમશેર શેખને ચાર સંતાનો ભરૂચ જીલ્લાના આમોદ ખાતે નગર પ્રાથમિક શાળામાં અભ્યાસ કરી રહ્યા હતા. જેથી શમશેરભાઇ પોતાના બાળકોને ઘરે લઇ આવ્યા હતા. પરંતુ તેમની મોટી ૧૫ વર્ષની દિકરીએ માતા પાસે જવાની જીદ કરતા શમશેખ આસિફખાનના ઘરે મુકી આવ્યો હતો.
તે દરમ્યાન રાત્રિના સમયે ૧૫ વર્ષની સગીરા પોતાની માતા સાથે સુઇ રહી હતી. ત્યારે આસિફખાન તેની પાસે આવીને સુઇ ગયો હતો. ત્યારબાદ શારિરીક છેડછાડ કરતા સગીરા જાગી ગઇ હતી. આ જાઇને ગભરાયેલા આસિફ ખાને ઇશારો કરીને તેને ચુપ રહેવા જણાવ્યુ હતુ. ધીરેથી કોઇ જાગી ન જાય તે રીતે જણાવ્યું હતું કે કીસી કો બોલના મત,નહીં તો તુજ કો ઔર તેરે બાપ કો જાન સે માર દુંગા તેવી ધાક ધમકી આપી હતી. આ બનાવ સંદર્ભે પિતાને જાણ થતાં તેણે સલાબતપુરા પોલીસ મથકમાં ફરીયાદ નોધાવી હતી. પોલીસે ગુનો નોધી આસીફ ખાનને ઝડપી પાડ્યો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500