Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વલસાડ જિલ્લાનાં કુદરતી પ્રવાસન સ્થળોની ફોટોગ્રાફી સ્પર્ધા, 8મી ઓગસ્ટ સુધી ફોટા સબમિટ કરી શકાશે

  • July 07, 2022 

વલસાડ જિલ્લાના પ્રવાસન સ્થળોના વિકાસ સંદર્ભે જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષ સ્થાને જિલ્લા પ્રવાસન સમિતિની બેઠક કલેક્ટર કચેરી ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લાના વિવિધ પ્રવાસન સ્થળો જેવા કે વિલ્સન હીલ અને તિથલ દરિયા કિનારા ખાતે વિવિધ વિકાસ કાર્યો કરી પ્રવાસનને સુચારૂ બનાવવા માટે ચર્ચા કરાઈ હતી. વિલ્સન હીલના પ્રોજેક્ટની નિભાવણી અને વહીવટી સંચાલન, માટે ઉત્તર વન વિભાગને જરૂરી સુચનો આપવામાં આવ્યા હતા, વિલ્સન હીલના વીજ કનેક્શન અને બચત ગ્રાન્ટમાંથી નવા કામોના આયોજન બાબતે અને તિથલમાં ફૂડ સ્ટોલના કામો બાબતે સંબધિત વિભાગને જરૂરી સુચનો અપાયા હતા.




વિલ્સન હીલની બચત ગ્રાન્ટમાંથી શંકર ધોધના વિકાસનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ બેઠકમાં ઉમરગામ ધારાસભ્યએ ભીલકાય માતાજીના ડુંગરને પવિત્ર યાત્રાધામ તરીકે વિકસાવવા અને ધરમપુર ધારાસભ્યને નાની ઢોલડુંગરીનો પ્રવાસન સ્થળ તરીકે વિકાસ કરવા રજૂઆત કરી હતી. વલસાડ ટુરિઝમ વિભાગ દ્વારા ‘કેપ્ચર ધ નેચર’ થીમ સાથે શરૂ કરાયેલી અને તા.26મી જૂનથી તા.8મી ઓગસ્ટ સુધી ચાલનારી જિલ્લાની નેચર ફોટોગ્રાફી સ્પર્ધા વિશે વિસ્તૃત ચર્ચા થઈ હતી.




આ સ્પર્ધામાં ઉમેદવારે વલસાડ જિલ્લાના વિવિધ નેચરલ પ્રવાસન સ્થળોનાં લેન્ડસ્કેપ ફોટો લઈ JPG ફોરમેટમાં પ્રવાસન વિભાગના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ- valsad_tourism, ફેસબુક પેજ–valsadtourism  http://forms.gle/PdozUtaCGfVgRGY69 અને ઈ-મેઈલ ID-[email protected]  ઉપર સબમિટ કરવાના રહેશે. એક ઉમેદવાર ૩૦૦૦ પિક્સલ સુધીનો માત્ર એક જ ફોટો સબમિટ કરી શકશે. જો ઉમેદવાર મેઈલ દ્વારા ફોટો સબમિટ કરે તો તેમણે પોતાનુ નામ, ઉંમર, ફોન નંબર, સરનામું, ફોટાનું ટાઈટલ, ફોટાની જગ્યાનું નામ વિષયમાં લખીને મોકલવું. કોઈ પણ પ્રકારની માહિતી ફોટા ઉપર લખવી નહી. સ્પર્ધાનું પરિણામ તા.12મી ઓગસ્ટનાં રોજ જાહેર કરવામાં આવશે.




સ્પર્ધામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનારને ડિપાર્ટમેન્ટ દ્વારા રૂ.10,000, બીજા ક્રમને રૂ.7000 અને ત્રીજા ક્રમને રૂ.5000નું તા.15મી ઓગસ્ટનાં રોજ ઈનામ આપવામાં આવશે. ફોટોગ્રાફનો કોપીરાઈટ ફોટોગ્રાફર અને કલેક્ટર કચેરી વલસાડ પાસે રહેશે. કલેક્ટર કચેરી આ ફોટા કોઈ પણ જગ્યા એ ઉપયોગમાં લેવા માટે સ્વતંત્ર રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application