પેટ્રોલ ડીઝલના સતત વધતાં જતાં ભાવની વચ્ચે કેન્દ્રિય પ્રધાન નીતિન ગડકરી દ્વારા રાજસ્થાનમાં કરવામાં આવેલા ચોંકાવનારા નિવેદન વિશે જાણીને તમે ખુશીથી ઉછળી પડશો. હંમેશા પોતાના કામ અને બેબાક બોલ માટે જાણીતા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ રાજસ્થાનમાં એક એવું નિવેદન આપ્યું છે કે જેનાથી હવે પેટ્રોલના ભાવ ગગડી જશે.
અત્રે ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય રોડ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ 4થી જુલાઈના રોજ રાજસ્થાનના પ્રતાપગઢમાં 5600 કરોડના પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ, લોકાર્પણ અને ઉદ્ધાટન કર્યું હતું અને આ દરમિયાન તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહારો પણ કર્યા હતા. તેમણે પોતાનાં ભાષણમાં કહ્યું હતું કે દેશને આઝાદ થયે 75 વર્ષ થઈ ગયા અને એમાંથી 60 વર્ષ કોંગ્રેસની સરકાર રહી. છ દાયકાના શાસન બાદ પણ કોંગ્રેસ દેશમાંથી ગરીબીને ઓછી થઈ શકી નહીં.
એટલું જ નહીં પણ તેમણે આ દરમિયાન તેમણે ખેડૂતોના આર્થિક સશક્તિકરણ ઉપર પણ ભાર મૂકતા જણાવ્યું હતું કે ધરતીપુત્ર ખેડૂતો હવે અન્નદાતાની સાથે સાથે ઉર્જાદાતા પણ બનશે. ઓગસ્ટમાં ટોયેટાની ગાડીઓ લોન્ચ કરી થવા જઈ રહી છે અને આ નવી આવનારી આ તમામ ગાડીઓ ખેડૂતો તરફથી તૈયાર કરવામાં આવતા ઈથેનોલથી પર દોડાવવામાં આવશે. તેમણે વધુમાં એવું પણ જણાવ્યું હતું કે 60 ટકા ઈથેનોલ અને 40 ટકા વીજળીના આધાર પર આ કારની એવરેજ નીકળશે અને તેની ગણતરી કરવામાં આવે તો પેટ્રોલની કિંમત 15 રૂપિયા પ્રતિ લીટર થઈ જશે.
કેન્દ્રીય પ્રધાને આગળ એવું પણ જણાવ્યું હતું કે દેશમાં 16 લાખ કરોડનું ક્રુડ ઓઈલ ઈમ્પોર્ટ થાય છે. ઈથેનોલના ઉત્પાદનથી ક્રુડની આયાત ઓછી થશે અને આ પૈસા ખેડૂતો પાસે પહોંચશે.રોજગાર વિશે વાત કરતા ગડકરીએ કહ્યું કે ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રીનું ટર્નઓવર 7.5 લાખ કરોડ છે. તેમાંથી સાડા ચાર કરોડ યુવાઓને રોજગાર મળ્યો છે. એ દિવસ દુર નથી કે જ્યારે આ ઈન્ડસ્ટ્રી 10 કરોડ લોકોને રોજગારી આપશે. તેજ ગતિથી વિકાસ થવાના કારણે ભારતે દુનિયામાં પોતાની એક આગવી ઓળખ સ્થાપિત કરી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ ટૂંક સમયમાં જ વિશ્વમાં એક મહાશક્તિ બનીને ઉભરી આવશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500