ગાંધીનગરમાં આવેલ વિશ્વ પ્રખ્યાત ધાર્મિક સ્થળ એવા મહુડી જૈન તીર્થ ટ્રસ્ટીઓના લીધે વિવાદોમાં ઘેરાઈ ગયું છે. મંદિરમાંથી 130 કિલો સોનું ગાયબ થઈ જતાં વિવાદ સર્જાયો છે, આ ઘટના અંગે ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી અને આ અરજીમાં 130 કિલો સોનું ગાયબ થઈ જવાનો આરોપ લગાવતા ભારે વિવાદ થયો છે. 100 વર્ષથી પ્રાચીન યાત્રાધામ મહુડી જૈન તીર્થ ફરી વિવાદમાં આવી ગયું છે. મહુડી જૈન તીર્થ મંદિરમાંથી 130 કિલો સોનું ગાયબ થઈ ગયું છે ત્યારે ટ્રસ્ટીઓએ મંદિરનું સોનું ગાયબ કર્યાના આરોપ સાથે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે.
ગુજરાત હાઈકોર્ટમાં કરવામાં આવેલી અરજીમાં આરોપ લગાવાયો છે કે ઘંટાકર્ણ મહાવીર મંદિરમાંથી 130 કિલો સોનું ગાયબ છે અને તેના પાછળ કાર્યકારી ટ્રસ્ટી સહિતના લોકો જવાબદાર છે. 130 કિલો સોનાની ઉચાપત વર્ષ 2012થી 2024 સુધીના સમયગાળામાં થઈ છે. જેથી 2012થી 12 વર્ષના સમયગાળા દરમિયાન મંદિર ટ્રસ્ટના તમામ હિસાબોનું ઓડિટ કરવાની માંગ કરવામાં આવી છે. આ ઘટના અંગે ગુજરાત હાઈકોર્ટમાં જાહેરહિતની અરજીમાં હાઈકોર્ટની દેખરેખમાં સરકાર દ્વારા તપાસ કમિટીની રચના કરવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે.
આ સિવાય અરજીકર્તાએ ગંભીર આરોપ લગાવતાં અરજીમાં જણાવ્યું છે કે નોટબંધી દરમિયાન અને પછી પણ જૂની ચલણી નોટો 20 ટકા કમિશનથી મંદિરમાં બદલવામાં આવતી હતી. ઉપરાંત મહુડી મંદિર ટ્રસ્ટના સભ્યો પર એવો આરોપ પણ લગાવવામાં આવ્યો છે કે આદર્શ બેંકના કૌભાંડના આરોપી મુકેશ મોદીના પૈસાથી જે 52 કિલો સોનું ખરીદવામાં આવ્યું હતું એ પણ મેનેજમેન્ટે પોતાની પાસે રાખી મુક્યું છે. આ સિવાય સમગ્ર કૌભાંડમાં 65 કિલો સોનું મંદિરમાં લાવવાને બદલે બારોબાર ગાયબ કરી દેવાયું છે, તેવો પણ આરોપ લગાવવામાં આવ્યો છે.
ત્યારે કરોડોની ઉચાપત મુદ્દે સરકાર દ્રારા તપાસ કમિટીની રચના કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. ગુજરાત હાઈકોર્ટમાં આ અંગે કરવામાં આવેલી અરજીમાં કમિટીની રચના કરી વર્ષ 2012થી તમામ હિસાબો ચકાસવા માંગ કરવામાં આવી છે. આ અંગે સ્વતંત્ર તપાસની માંગ કરીને છેલ્લા 12 વર્ષોના ઓડિટ હિસાબોની તપાસ કરવા માંગ કરવામાં આવી છે. નોટબંધીમાં મંદિરની કમિટીના સભ્યો દ્રારા 20 ટકા કમિશનથી જૂની નોટો બદલી ગેરરીતિ કર્યાનો આક્ષેપ લગવાયો છે. કાર્યકારી ટ્રસ્ટી સહિતના લોકો સામે ગંભીર ઉચાપતની અરજી દાખલ કરાઈ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500