રાજ્યમાં વસતા અનુસૂચિત જન જાતિ(ST)ના યુવક યુવતીઓના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકારે તાલુકાકક્ષાએ વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિરનું આયોજન વધુ પ્રમાણમાં અનુસુચિત જન જાતિની વસ્તી ધરાવતા જિલ્લામાં કરવાનું નક્કી કરેલ છે.તદ્દઅનુસાર રાજ્યમાં વસતાં અનુસૂચિત જન જાતિ(ST)ના 15થી 35 વર્ષની વય મર્યાદા ધરાવતા યુવક યુવતીઓના સર્વાગી વિકાસ માટે રાજય સરકાર દ્વારા તાલુકા કક્ષાએ વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિરની યોજના અમલમાં મુકવામાં આવેલ છે.
જેમાં પ્રત્યેક જિલ્લાના તાલુકા અને ઝોન કક્ષાએ યુવક યુવતીઓ માટે નિયત કરેલ સ્થળે યુવક યુવતીઓ માટે વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિર દરમ્યાન શિબિરાર્થીઓના વ્યક્તિગત વિકાસ માટે યુવક મંડળની સ્થાપના, રચનાની કાર્ય પધ્ધતિ, પંચાયતી માળખાનો ખ્યાલ, નેતૃત્વ અંગેના ગુણોની ચર્ચા, સામાજીક દુષણો સામે વિરોધ, રાષ્ટ્રીય એકતા તેમજ યુવક યુવતીઓની શક્તિઓને રચનાત્મક માર્ગે વાળવા અંગે તજનો દ્વારા વિવિધ સમજ તેજન માર્ગદર્શન આપવામાં આવશે.
જ્યારે શિબિરાર્થીઓના શારીરિક-માનસિક તેમજ આધ્યાત્મક વિકાસ માટે યોગ શિક્ષકો દ્વારા વિવિધ પ્રકારના આસનોના પ્રત્યક્ષ જ્ઞાન દ્વારા સમજ આપવામાં આવશે.આ યોજનાનો લાભ લેવા ઇચ્છિત માત્ર અનુસૂચિત જન જાતિના યુવક યુવતીઓએ જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી તાપી, જિલ્લા સેવા સદન, પાનવાડી, બ્લોક નં.૬ પ્રથમ માળ, વ્યારા.જિ.તાપીનો સંપર્ક સાધવાનો રહેશે અને તા.15-06-2024 સુધીમાં નામ નોંધણી કરાવવાની રહેશે. એમ જિલ્લા યુવા વિકાસ અધિકારીની યાદીમાં જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application