Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

દિવાળીની રજામાં બહાર ફરવા ગયેલા લોકો પાછા સુરત ફરે ત્યારે એન્ટ્રી પોઈન્ટ પર કોવિડનો ટેસ્ટ કરાવે : કમિશ્નર બન્છાનિધિ

  • November 21, 2020 

સુરતમાં દિવાળીની રજામાં બહાર ફરવા ગયેલા કે વતન ગયેલા લોકો પાછા સુરત ફરે ત્યારે સુરતમાં એન્ટ્રી પોઈન્ટ પર કોવિડનો ટેસ્ટ અચુક કરાવવા માટે મ્યુનિ. કમિશ્નરે સુરતીઓને અપીલ કરી છે.  આ ઉપરાંત સુરતમાં સંક્રમણ વધતું હોવાથી માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સનો કડકાઈથઈ અમલ કરાવવાની વાત પણ કરી હતી. જે લોકો બહાર ફરવા ગયાં છે ત્યાં પણ કોઈ પ્રકારના લક્ષણ જોવા મળે તો નજીકના હેલ્થ સેન્ટર પર કોવિડ ટેસ્ટ અચુક કરાવવા માટેની અપીલ કરી છે. લોકો સુરત પરત ફરવાનું શરૂ કરાયું હોવાથી મ્યુનિ. તંત્રએ ટેસ્ટીંગ પોઈન્ટ પણ વધારવા માટેની કવાયત હાથ ધરી છે.

 

 

મહાનગરપાલિકા કમિશ્નર બન્છાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, સુરતમાં દિવાળીના તહેવાર બાદ હવે આપણી ફરજ જવાબદારી પુર્વક નિભાવવાનો સમય આવી ગયો છે. હાલ કોરોનાના કેસ પણ વધી રહ્યાં છે જ્યાં સુધી વેક્સન ન શોધાઈ ત્યાં સુધી માસ્ક એક માત્ર ઉપાય હોવાથી માસ્ક અચુક પહેરવાનું છે. માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સના નિયમનું પાલન ફરજ્યાત કરવાનું છે. આગામી દિવસોમાં પણ કેટલાક તહેવાર આવી રહ્યાં છે તેમાં પણ ખાસ કાળજી રાખવાની જરૂર છે.હાલ દિવાળીના તહેવારમાં ઘણાં લોકો સુરતમાંથી પોતાના વતન ગયાં છે અને કેટલાક લોકો બહાર ફરવા ગયાં છે ત્યાં પણ  લોકોએ પોતાની સ્વાસ્થયની કાળજી રાખવી જરૂરી છે. તેમની મુસાફરી કે વતન ગયાં હોય ત્યાં કોવિડના કોઈ પણ જાતના લક્ષણ જોવા મળે તો નજીકના આરોગ્ય કેન્દ્રમાં કોવિડનો ટેસ્ટ કરાવવાની અપીલ કરી છે.

 

 

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, કોવિડના તાત્કાલિક ટેસ્ટ કરવાથી કોવિડના દર્દીઓને ઝડપથી ઓળખી શકાય છે અને ચેપ ફેલાતો અટકે છે અને સારવાર પણ ત્વરિત મળી શકે છે. સુરતથી બહાર જે લોકો ફરવા કે વતન ગયાં છે તેઓ સુરત આવે ત્યારે સુરતના એન્ટ્રી પોઈન્ટ  પર ટેસ્ટીંગ પોઈન્ટ મુકવામાં આવ્યા છે ત્યાં અચુક ટેસ્ટ કરાવે તે જરૂરી છે. મહાનગરપાલિકા દ્વારા ટેસ્ટીંગની કામગીરી આક્રમક કરવામાં આવી છે તેમાં લોકો પણ સહયોગ આપીને સામેથી ટેસ્ટ કરાવવા આવે તેવી પણ અપીલ કરી છે.સુરતીઓને અપીલ કરતાં મ્યુનિ.કમિશ્નરને જણાવ્યું હતું કે, આગામી દિવસ આપણે સાવચેતી રાખવાનો સમય છે માસ્કનો અચુક ઉપયોગ કરી કોરોના સંક્રમણ અટકાવવા માટેના મહાનગરપાલિકાને સહયોગ આપવાની વાત કરી હતી.લોકો સુરત પરત ફરવાનું શરૂ કર્યું હોવાથી કોવિડ ટેસ્ટીંગ માટે એન્ટ્રી પોઈન્ટ ઉપરાંત અન્ય જગ્યાએ ટેસ્ટીંગ પોઈન્ટ વધારવા માટેની કવાયત શરૂ કરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application