નાંદોદ તાલુકાના ઢોલાર ગામના કેટલાક ગ્રાહકોએ ગામમાં આવેલ સસ્તા અનાજની દુકાનના સંચાલક વિરુદ્ધ ગંભીર આક્ષેપો કરી જિલ્લા કલેક્ટરને આવેદન આપ્યું છે. જેમાં ઢોલાર ગામના અરૂણા વસાવએ જણાવ્યું હતું કે, ઢોલાર ગામમાં સસ્તા અનાજની દુકાન સંચાલિત યોગેશ વસાવાની દુકાને રેશનકાર્ડનું અનાજ વિતરણ કરે છે. જેમાં ગત તા.29 ઓક્ટોબરના રોજ જાણ પડતા દુકાને અનાજ લેવા ગયા તો રેશ્મકાર્ડમાં અંગુઠો મુકાવીને કુપન કાઢતા નથી અને કુપનમાં કેટલું અનાજ આવે છે તે પણ ખબર પડતી નથી જયારે રેશન કાર્ડ અંત્યોદય પ્રકારનું છે છતાં 20 કિલો ઘઉં અને 5 કિલો ચોખા અને 1 કિલો ખાંડ આપ્યા અને જુના સરકારી મફત આનાજ તો મળ્યું જ ન હતું. આમ, આગળના મહિનામાં અનાજ નથી લીધું એની ખોટી એન્ટ્રી લખી દિધી હતી. જે બાબતે દુકાનદારને પૂછતા દુકાનદાર અને તેના મોટા ભાઈએ ગમેતેમ અપશબ્દો બોલી ગ્રાહકો સાથે દુરવ્યવહાર કરી મારવાની ધમકી આપતા સંચાલક વિરુદ્ધ તપાસ કરવા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application