દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મહેરબાન થયા છે.ડાંગ જિલ્લામાં છેલ્લા અઠવાડિયાથી અવિતર વરસાદ ખાબકી રહ્યો છે. ભારે વરસાદથી ડાંગ જિલ્લાની તમામ નદીઓમાં પૂર આવ્યા છે. બીજી તરફ જંગલના રસ્તાઓમાં ભેખડ ધસી પડવાના બનાવો બની રહ્યા છે. ડાંગના સુબીર તાલુકાના બરડીપાડા-મહાલ માર્ગ પર ભેખડ ધસી પડતા લોકો ફસાયા હતા.
મળતી માહિતી પ્રમાણે ભેખડ ધસી પડતાં બરડીપાડાના સ્થાનિક લોકો ફસાયા હતા. ખરીદી માટે સુબીર બજારમાં ખરીદી ગયેલા લોકો પરત ફરતા હતા ત્યારે ભેખડ ધસી પડવાને કારણે તેઓ અટવાયા હતા. બીજી તરફ જિલ્લા ભાજપ મહામંત્રી રાજેશ ગામીતે પોતાના જેસીબી મશીન મારફતે તમામ લોકોને હેમખેમ ઘરે પહોંચાડ્યા હતા.
એવી પણ માહિતી મળી છે કે જિલ્લા ભાજપ મહામંત્રી રાજેશ ગામીતે પોતાના જેસીબીથી ભેખડ ધસી પડી હતી એ માર્ગ ખુલ્લો કરવાની કામગીરી આરંભી હતી. ભેખડ ધસી પડવાને કારણે વન વિભાગના કર્મચારી અટવાયા હતા.બરડીપાડાથી મહાલ રોડ પર આવેલા ધોધ પાસે રોડ ધોવાયા ગયો હતો. ઉપરથી પાણીના પ્રવાહ સાથે પથ્થરો અને માટી રસ્તા પર આવી ગયા હતા. જે બાદમાં રસ્તો બંધ થઈ ગયો હતો. વરસાદ દરમિયાન ડાંગની સુબીર તાલુકામાં તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500