સૌરાષ્ટ્રમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે, આજે વહેલી સવારે ભાવનગર જિલ્લામાં હળવો ભૂકંપનો આંચકો અનુભવાયો છે, સુત્રોમાંથી મળતી માહિતી મુજબ ભૂકંપનો આંચકો વહેલી સવારે અનુભવાયો છે, જોકે આ આંચકાથી કોઈ જાનહાનિના કે નુકસાનના સમાચાર નથી. ભાવનગર સહિત ઘોઘા, તળાજા, પાલીતાણા તેમજ સિહોરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આજે વહેલી સવારે 4 વાગ્યાની આસપાસ આ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્રબિંદુ પાલીતાણાથી લગભગ 30 કિમી દૂર નોંધાયુ હતું. જોકે આ ભૂકંપના કારણે કોઈ જાનહાનિના સમાચાર નથી. આજે વહેલી સવારે ભૂકંપના આંચકાથી લોકો પોતાના ઘરની બહાર દોડી આવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application