સમગ્ર વિશ્વમાં ઇન્ટરનેટનો ઉપયોગ વધી રહ્યો છે. ભારતમાં અડધાથી વધુ ઈન્ટરનેટ વપરાશકર્તાઓ સમાચાર વાંચવા અને જોવા માટે ઓનલાઈન પ્લેટફોર્મનો ઉપયોગ કરવાનું પસંદ કરે છે અને આમાંથી અડધા લોકો સમાચારમાં વિશ્વાસપાત્રતાને મહત્ત્વનું પરિબળ માને છે. મીડિયા કંપની કંતાર અને ગૂગલે સંયુક્ત રીતે જાહેર કરેલા એક રિપોર્ટમાં આ અનુમાન રજૂ કરવામાં આવ્યું છે.
ઈન્ટરનેટ પર સમાચાર વાચનારા લોકોની સંખ્યા વધારે
આ અહેવાલ મુજબ, ગ્રામીણ વિસ્તારોમાં સમાચારમાં વધુ લોકો રસ ધરાવે છે જે 63 ટકા છે. જ્યારે શહેરી વિસ્તારોમાં તે માત્ર 37 ટકા છે. રિપોર્ટમાં અનુસાર, ભારતીય ભાષાઓમાં 52 ટકા ઈન્ટરનેટ યુઝર્સ વિવિધ ન્યૂઝ એપ્સ/વેબસાઈટ્સ, સોશિયલ મીડિયા પોસ્ટ્સ, વોટ્સએપ મેસેજ અને યુટ્યુબ વગેરે પર ઓનલાઈન સમાચાર જુએ છે અને વાંચે છે.
રિપોર્ટ મુજબ, 48 ટકા લોકો માને છે કે ઓનલાઈન માધ્યમએ ટીવી ચેનલો કરતાં વધુ લોકપ્રિય છે. આ રિપોર્ટમાં અનુમાન લગાવવામાં આવ્યું છે કે ભારતમાં 7 અબજ ઇન્ટરનેટ યુઝર્સ છે. આ અહેવાલ તૈયાર કરવા લગભગ 4,600 લોકો સાથે વાત કરી અને ડિજિટલ માધ્યમ પર આઠ ભારતીય ભાષાઓમાં સમાચાર જોવાની તેમની સમજને વધારવા માટે 14 રાજ્યોના 16 શહેરોમાં 64 ચર્ચા સત્રો યોજ્યા હતા.
વાંચવા કરતાં વીડિયો વધારે જોવાય છે
લોકોને ઓનલાઈન સમાચારમાં વિડીયો સૌથી વધુ પસંદગી છે, ત્યારબાદ વાંચન અને પછી સાંભળવુંનું પસંદ પડે છે. બંગાળીમાં સૌથી વધુ 81 ટકા વિડિયોની માંગ, ત્યારબાદ તમિલ 81 ટકા, તેલુગુ 79 ટકા, હિન્દી 75 ટકા, ગુજરાતી 72 ટકા, મલયાલમ 70 ટકા, મરાઠી અને કન્નડ 70 ટકા વિડિયોની માંગ છે.
વિવિધ પ્લેટફોર્મ પર આટલા ટકા લોકો સમાચાર જોવાનું પસંદ કરે છે
ઓનલાઈન સમાચાર સૌથી વધુ યુટ્યુબ પર 93 ટકા સાથે ટોચ પર છે, ત્યારબાદ સોશિયલ મીડિયા પર 88 ટકા, ચેટ એપ્લિકેશન્સ પર 82 ટકા, સર્ચ એન્જિન પર 61 ટકા, ન્યૂઝ પબ્લિશર એપ્લિકેશન્સ અથવા વેબસાઇટ્સ પર 45 ટકા, ઓડિયોના સમાચાર પર 39 ટકા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500