આવતી કાલે ઉત્તરાયણ છે ત્યારે ઉત્તરાયણમાં વહેલી સવારે છત પર પતંગ ઉડાવવા માટે પહોંચતા લોકોને ઠંડીનો સામનો કરવો પડશે. કેમ કે, ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણમાં ઠંડીનું જોર વધશે. આવતી કાલથી બે દિવસ દરમિયાન ઠંડીનો પારો 9થી 10 ડીગ્રી જવાની શક્યતા છે.અમદાવાદ સહીતના શહેરોમાં ઠંડીનો પારો વધશે તેમાં પણ ખાસ કરીને નલિયા સહીતના વિસ્તારોમાં ફરી ગાત્રો થીજવતી ઠંડી પડશે.
ઉત્તરાયણ આવતી કાલે છે ત્યારે ઉત્તરાયણ દરમિયાન 9થી 10 ડીગ્રી તો વાસી ઉત્તરાયણમાં 10 ડીગ્રી આસપાસ ઠંડીનો પારો જોવા મળશે.પાકિસ્તાનમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે લઘુત્તમ તાપમાનમાં 2 થી 5 ડિગ્રીનો વધારો થયો છે. જો કે, રાજ્યમાં હિમાલય તરફથી ફરી ઠંડા પવનો ફૂંકાવા લાગ્યા હોવાથી બપોર બાદ ઠંડીમાં વધારો થયો છે.
અમદાવાદમાં ઉત્તરાયણના દિવસે તાપમાન 9 થી 10 ડિગ્રી રહેવાની શક્યતા છે.અમદાવાદ અને અન્ય શહેરોનાવેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે અમદાવાદનું લઘુત્તમ તાપમાન એક જ દિવસમાં 4.5 ડિગ્રી વધીને 17 ડિગ્રી થયું હતું. બપોરના સમયે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થયા બાદ મહત્તમ તાપમાનમાં ઘટાડો થયો હોવા છતાં લઘુત્તમ તાપમાનમાં 2થી 5 ડિગ્રીનો વધારો થતાં વાતાવરણમાં ગરમીનું પ્રમાણ પણ છેલ્લા ત્રણ દિવસ જોવા મળ્યું હતું. હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં ચારથી પાંચ દિવસ ઠંડીનો પારો વધશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500