ચીનમાં આજકાલ લોકો જથ્થાબંધ રીતે તાવની ગોળીઓ ખરીદી રહ્યા છે ઓનલાઇન ખરીદીમાં આશરે 100 ગણો વધારો થઈ રહ્યો છે. આ માટે ચીનની જનતામાં પેસી ગયેલો કોરોનાનો ડર કારણભૂત હોવાનું મનાય છે. તે સર્વવિદિત છે કે, ચીનમાં એક સમયે ઝીરો કોવિદ નીતિનો અત્યંત કડક રીતે અમલ કરવામાં આવ્યો તેમાં અચાનક જ તદ્દન ઢીલ મુકાઈ જતાં કરોડો લોકો ઓફિસ જવા લાગ્યા છે. માર્કેટ જવા લાગ્યા છે તે ઉપરાંત અન્ય દેશોના નાગરિકો પણ 'વીસા' આપવાનું શરૂ કરી દેવાયું છે.
આ પરિસ્થિતિમાં ચીનમાં કોરોનાના કેસો વધી રહ્યા છે. ઓસેબટેલિવિર તેમાં જેનેરિક નામની તાવ સામેની દવાએ ખરીદીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. બ્લુમબર્ગનાં રીપોર્ટ પ્રમાણે તાઓ બાયો અને મૉલ જેવી ઇ-કોમર્સ કંપનીઓ ઉપર માર્ચ મહિનાનાં પહેલા 13 દિવસમાં જ પાંચ લાખ તેત્રીસ હજારથી વધુ તાવની ગોળીઓ વેચાઈ છે. એક ડેટા પ્રમાણે ગત વર્ષના પ્રમાણમાં સરેરાશ ખરીદીમાં ૧૨૯ ટકા જેટલો વધારો થયો છે. શાંઘાઈમાં રહેતા હેલ્થકેર એનેલિસ્ટ વાંગ સૂઈગેએ કહ્યું હતું કે, લોકોમાં તેવો ભય વ્યાપી ગયો છે કે, કોરોના ફરી સમગ્ર દેશમાં ફરી વળશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application