Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કામરેજમાં આ યુવકનું લોકોએ ભેગા મળીને અડધું માથું મુંડી નાખ્યું, કારણ જાણો

  • May 13, 2023 

સુરત જિલ્લામાં અવારનવાર છેડતીના બનાવો વધી રહ્યા છે તેને કારણે સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે. આજે શનિવારે સુરતના કામરેજમાં સગીરાની છેડતીનો બનાવ બનતા સ્થાનિકોએ છેડતી કરનાર યુવકને પકડી પાઠ ભણાવ્યો હતો. પકડાયેલા યુવકનું લોકોએ ભેગા મળીને અડધું માથું મુંડી નાખ્યું હતું.

સ્થાનિકોએ યુવકને પાઠ ભણાવ્યો


બનાવની વિગતો એવી છે કે, કામરેજમાં એક યુવક સગીરા યુવતીની છેડતી કરતો હતો જે વાત સ્થાનિકોના ધ્યાનમાં આવતા આસપાસના લોકોએ યુવકને પકડી પાડ્યો હતો અને તેને સબક શીખવ્યો હતો. છેડતી કરનાર યુવકને સ્થાનિકોએ સજા આપવા તેનું અર્ધ મુંડન કર્યું હતું.આ સમગ્ર ઘટનાનો વિડીયો વાઇરલ થયો હતો. લોકોએ યુવકને પકડી ઘટનાની જાણ કામરેજ પોલીસને કરી હતી. કામરેજ પોલીસે સ્થળ પર પહોંચી યુવકની અટકાયત કરી અને વધુ તપાસ હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application