Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અમદાવાદ અને ગાંધીનગરમાં 46 ડિગ્રી ગરમીમાં લોકો શેકાયા : આજે રેડ એલર્ટ જાહેર

  • May 13, 2022 

અમદાવાદમાં ઉનાળો પરાકાષ્ઠાએ પહોંચી ગયો છે અને ગરમીનો પારો સતત નવી સપાટી વટાવી રહ્યો છે. જોકે ગતરોજ અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગરમાં સરેરાશ મહત્તમ તાપમાન 46 ડિગ્રી નોંધાયું હતું. અલબત્ત, સતત બીજા દિવસે બપોરના સમયે ગરમીનો પારો 47 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો. અમદાવાદમાં હજુ આગામી રવિવાર સુધી ગરમીનો પારો 45 ડિગ્રીની આસપાસ રહે તેવી સંભાવના છે. કાળઝાળ ગરમીને પગલે હવામાન વિભાગ દ્વારા આજે અમદાવાદ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવી છે.



અમદાવાદ 46 ડિગ્રી ગરમીમાં શેકાયું હતું, જે વર્તમાન સિઝનમાં નોંધાયેલું સૌથી વધુ તાપમાન છે. અમદાવાદના સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 4 ડિગ્રીનો વધારો નોંધાયો હતો. હવામાન વિભાગના મતે અમદાવાદમાં આગામી આગમી તા.18 મે સુધી તાપમાન 43 ડિગ્રીથી નીચે જવાની સંભાવના નહિવત્ છે. અમદાવાદમાં 11 બાદ જ આકરો તાપ વરસવાનું શરૂ થઇ ગયું હતું. જયારે બપોરે 2 થી 4 વચ્ચે તાપમાન 46 ડિગ્રી થઇ ગયું હતું. જ્યારે બપોરે 4 ના તાપમાન 4 ડિગ્રી દર્શાવાતું હતું. આકાશમાંથી અગનગોળા વરસતા હોય તેવું અનુભવાયું હતું અને જેના કારણે નાગરિકો ત્રસ્ત થઇ ગયા હતા. ડિહાઇડ્રેશન, ઝાડા-ઉલ્ટી, ચક્કર આવવાથી પડી જવાના કેસમાં પણ વધારો જોવા મળ્યો હતો.



અમદાવાદમાં સરેરાશ લઘુતમ તાપમાન સામાન્યથી 4 ડિગ્રી વધીને 29.6 ડિગ્રી નોંધાયું હતું. ગ્રીન સિટી ગાંધીનગરમાં 46 ડિગ્રી સાથે સતત બીજા દિવસે પારો 45 ડિગ્રીથી વધારે નોંધાયો હતો. આગામી 3 દિવસ ગાંધીનગરમાં 43 ડિગ્રીની આસપાસ તાપમાન નોંધાઇ શકે છે. આ ઉપરાંત સુરેન્દ્રનગર, અમરેલી, જુનાગઢ, રાજકોટ, વડોદરા, ડીસા, પાટણમાં તાપમાન 43 ડિગ્રીથી વધારે નોંધાયું હતું. જોકે રાજકોટમાં 44.3 ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 4 ડિગ્રીનો વધારો નોંધાયો હતો. હવામાન વિભાગ દ્વારા જારી કરવામાં આવેલી આગાહી અનુસાર આગામી 2 દિવસ ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, બોટાદ, કચ્છમાં કાળઝાળ ગરમીને પગલે યલો એલર્ટ રહેશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News